#Blog

“વિશ્વ અંગદાન દિવસ” દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો કાર્યક્રમ યોજાયો

  • રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી સહિત 300 લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો 

દર વર્ષે 13 ઓગસ્ટનાં દિવસે અંગદાન અંગેની જાગૃતિ હેતુ “વિશ્વ અંગદાન દિવસ” ઉજવવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. ક્યાંક સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેસ્ત બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો દુનિયામાં વાસ કરી રહેલા કોઈ બીમાર કે નિ:સહાય વ્યક્તિને કામ આવી શકે છે. ધારો કે કોઈ વ્યક્તિ અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થાય છે એ પહેલા એણે ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભરેલું છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિને આપવામાં આવે છે. જે વ્યક્તિ અંધ છે, જેણે આજ સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિની આંખો થકી દુનિયાને જોઈ શકે છે. આવી જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, પેન્ક્રીયાઝ વગેરે લઈ લેવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું રીપ્લેસમેન્ટ કરીને વ્યક્તિ કોઈ મોટી બીમારી કે બીમારીનાં કારણે અકાળે થતાં મૃત્યુથી  બચી શકે છે. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે બ્રેઇન ડેડ નાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. દેહદાનમાં વ્યક્તિનું સમગ્ર શરીર દાન કરી દેવામાં આવે છે.

રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અન્ય અનેક સંસ્થાઓ આ દિશામાં ખુબ જ સારું કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં આ ફાઉન્ડેશન તેમજ અન્ય સંસ્થાઓનાં સહકારથી 105 જેટલા અંગદાન થઈ શક્યા છે. જેમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીઓ ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન, ભાવનાબેન મંડલિ, હર્ષિતભાઈ કાવર, ભાવેશભાઈ ઝીંઝુવાડિયા, વિભૂતિબેન ઝીંઝુવાડિયા તેમજ અન્ય અનેક નાની મોટી સંસ્થાઓ, ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ તંત્ર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, અન્ય સરકારી સંસ્થાઓ, સામાજિક કાર્યકર્તાઓનો મોટો ફાળો રહ્યો છે.

રાજકોટમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય સરકારી મેડીકલ કોલેજ અને હોસ્પિટલ(પીડીયુ), રાજકોટ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું.  કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પીડીયુ કોલેજનાં ડીન ડૉ. એમ. જે. સામાણી, સુપ્રીટેડન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદી, ડો. મહેન્દ્ર ચાવડા, ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન, ભાવનાબેન મંડલિ, હર્ષિતભાઈ કાવર, ભાવેશભાઈ ઝીંઝુવાડિયા, પીડીયુ કોલેજનાં તમામ ડોકટર્સ, 50 મેડીકલ ઓફિસર્સ, 150 થી વધુ નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *