#Blog

જલકથા : અપને અપને શ્યામ કી’ના આમંત્રણ સ્વરૂપે રાજકોટમાં ભવ્ય બાઈક રેલી

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 12 ડિસેમ્બરે વિશાળ બાઈક રેલી જળ સંરક્ષણનો સંદેશ સાથે જલકથાનું આમંત્રણ પાઠવશે

    વિખ્યાત કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની રાજકોટમાં પ્રથમ વખત યોજાઈ રહેલ ‘જલકથા: અપને અપને શ્યામ કી’ના આમંત્રણના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કથાનો મુખ્ય હેતુ આધ્યાત્મિક જાગૃતિની સાથે જળ સંરક્ષણના સંદેશને યુવાનો સુધી પહોંચાડવાનો છે.

     ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રમાં જળ સંચયના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચરો બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે, જેને વ્યાપક જનસમર્થન મળી રહે તે હેતુથી ડો. કુમાર વિશ્વાસની જલકથાનું આયોજન કરાયું છે. કથાની શરૂઆત પહેલાં આ આમંત્રણ બાઇક રેલી દ્વારા રાજકોટવાસીઓને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવશે.

      ​તારીખ ૧૨ ડિસેમ્બરના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે રેસકોર્સ સ્થિત રમેશ પારેખ રંગમંચથી શરૂ થનાર ​બાઇક રેલી રેસકોર્સ, આમ્રપાલી બ્રીજ, રૈયા સર્કલ, કેકેવી ચોક, કોટેચા ચોક, કાલાવડ રોડ અંડર બ્રિજ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, લીંબડા ચોક, મોટી ટાંકી ચોક અને કમિશ્નર કચેરી થઈને રેસકોર્સ પરત ફરશે.

​      ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ રેલીના અનુસંધાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, જળ સંરક્ષણ એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સૌરાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનું એક અભિયાન છે. આ બાઈક રેલી રાજકોટના નાગરિકોને ભવ્ય ‘જલ કથા’ કાર્યક્રમમાં જોડાવા માટે હૃદયપૂર્વકનું આમંત્રણ આપશે. શ્રી દિલીપભાઈએ તમામ યુવાનો અને જળપ્રેમીઓને આ પાવન સંદેશને શહેરના ખૂણે ખૂણે પહોંચાડવા માટે મોટી સંખ્યામાં રેલીમાં જોડાવા માટે અપીલ કરી છે.

પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫)                                    

​     આ આમંત્રણ રેલીમાં જોડાવા ઈચ્છતા લોકોને ​શ્રી પરિમલ ભાઈ પંડયા (૯૪૦૯૬ ૪૪૩૮૩), ​શ્રી અમિતભાઈ મણિયાર ( ૯૪૨૬૫ ૩૦૭૭૯) અથવા ​શ્રી અંકિતભાઈ દાવડા (૯૯૭૪૦ ૯૫૩૪૩)નો સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *