#Blog

ગુરૂ તેગ બહાદુરજીની 350મી શહીદી વર્ષગાંઠ પર સર્વધર્મ સંમેલનમાં આચાર્ય લોકેશજીનું સંબોધન

અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક વિશ્વશાંતિ દૂત આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા, આર્ટ ઓફ લિવિંગના સ્થાપક પુજ્ય શ્રી શ્રી રવિશંકર, પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવાન્ત સિંહ માન, જથેદાર બાબા બલબીર સિંહ, ડૉ. બિન્ની સરીન, હાજી સૈયદ સલમાન ચિશ્તિ, ફાદર જોન, ભિક્ષુ સંઘસેના, યહૂદી ધર્મના ગુરુ મલેકર તેમજ અનેક સર્વધર્મ આચાર્યો વડે આનંદપુર સાહેબ ખાતે ગુરૂ તેગ બહાદુરજીની 350મી શહીદી દિવસ નિમિત્તે આયોજિત સર્વધર્મ સંમેલનને સફળ બનાવવામાં આવ્યું.
આ પ્રસંગે શીખ, હિંદુ, બૌદ્ધ, જૈન, ક્રિશ્ચિયન, ઇસ્લામ અને જ્યુડેઇઝમના અગ્રણી ધર્મગુરૂઓ એકત્રિત થઈ નવમા ગુરુ શ્રી ગુરૂ તેગ બહાદુર સાહેબજીને અભિવંદન અર્પણ કર્યા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિશ્વને ગુરુ સાહેબની અદ્વિતીય શૌર્યગાથા, બલિદાન અને માનવતાના સંદેશને આગલી પેઢીઓ સુધી પહોંચાડવાનો હતો. શિક્ષણ મંત્રી હરજોત બૈન્સ અને પર્યટન મંત્રી તરુણપ્રીત સિંહ સોંદે સર્વધર્મ ગુરુઓનું સ્વાગત કર્યું.
આચાર્ય લોકેશજી માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન, માનનીય મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા, મંત્રી મંજિંદર સિંહ સિરસા સહિતના આગેવાનો સાથે ગુરુદ્વારા રકાબગંજ ખાતે પહોંચ્યા, જ્યાં તેમણે ગુરુ ગ્રંથ સાહેબને વંદન કરી દેશની એકતા, અખંડિતતા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
આચાર્ય લોકેશજી એ જણાવ્યું કે ગુરુ તેગ બહાદુરજીનું બલિદાન ભારતની સંસ્કૃતિ, અખંડિતતા અને આધ્યાત્મિક શક્તિને વધુ મજબૂત બનાવનાર છે. “ધર્મ અને માન્યતાના રક્ષણ માટે પોતાના પ્રાણ અર્પણ કરી તેમણે વિશ્વને શાંતિ, ધૈર્ય અને માનવતા તરફ દોરી જનાર શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે,” એમ તેમણે જણાવ્યું. તેમણે સૂચવ્યું કે જૈન અને શીખ ધર્મ વચ્ચે સહઅસ્તિત્વ, શાંતિ અને રાષ્ટ્રના વિકાસનો અભિન્ન સંબંધ રહ્યો છે.
ભારત અને વિશ્વના લાખો શ્રદ્ધાળુઓ આનંદપુર સાહેબ, પંજાબ અને દિલ્હીમાં ચાલી રહેલા આ વિશાળ કાર્યક્રમમાં જોડાઈ ગુરુ તેગ બહાદુરજી, ભાઈ મતીદાસ, ભાઈ સતીદાસ અને ભાઈ દયાલાજીના બલિદાનને વંદન કરી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *