પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીમા પ્રશીલપાર્ક સિનિયર સિટીઝનસ ક્લબ અને પ્રશીલપાર્ક ઓનસૅ એસો.ના વાર્ષિક દાતાઓનું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સન્માન.
પ્રશીલપાર્ક સિનિયર સિટીઝનસ ક્લબ અને પ્રશીલપાર્ક ઓનસૅ એસો.ના દ્વારા પ્રજાકસતાક પર્વ ની ઉજવણી ના દિવસે ધ્વજવંદન શિક્ષણવિદ માનનીય પૂર્વ ચેરમેન શ્રી પી.સી.બારોટ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવેલ અને પ્રશંગ ને અનુસંધાને પ્રવચન આપેલ.પ્રજાક સતાક દિનની ઉજવણીમાં નાના ભૂલકાઓને પ્રાકૃતિક ચિત્ર હરીફાઈ રાખી અને વિજેતા બનનારોને ઈનામ અપાયા હતા. તેમજ હરીફાઈમાં ભાગ લેનાર બીજા ભુલકાઓને આસ્વાશન ઇનામ આપવામાં આવ્યા હતા. સંસ્થાના સભ્યશ્રી ચંદુભાઈ આહીર ની પુત્રી કોમ્પ્યુટર એન્જિનિયર છે, તેનો જન્મદિવસ ભવ્યતાથી નહીં પણ સાદાયથી ઉજવીને રૂપિયા ૧૧,૦૦૦ નું દાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટને અર્પણ કરેલ જેના અનુસંધાને ચંદુભાઈ આહિરનું સંસ્થાના ચેરમેનશ્રી બાલકૃષ્ણભાઈ મકવાણા દ્વારા સ્મૃતિચિહન અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.
સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા ચેકડેમ રીપેરીંગ,ઊંચા,ઊંડા અને નવા બનાવવાનું કાર્ય કરી રહયા છે, ત્યારે મા પ્રશીલપાર્ક સિનિયર સિટીઝનસ ક્લબ અને પ્રશીલપાર્ક ઓનસૅ એસો.ના સભ્યો દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને આ કાર્યમાં વાર્ષિક દાન આપેલ દાતાઓ (1)શ્રી બાબુભાઈ કનેરિયા (2) શ્રી ભાણજીભાઈ અગોલા (3) ડૉ.ઉષાબેન પટેલ (4) શ્રી જીતેન્દ્રભાઈ રાંક નું મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવેલ.આ રીતે સમાજમાં જન્મદિવસ, લગ્નદિવસ, નામકરણ, પૂર્ણતિથી, નવુંશોપાન, પ્રજાકસતાક દિવસ,મકરસંક્રાંતિ જેવા દિવસે નાનાથી મોટા લોકો જોડાઈ જાઈ તો પાણી પ્રશ્ન કાયમી હલ થાઈ. ખાસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા દ્વારા જણાવેલ કે,દરેક લોકો અગાસી નું પાણી ફળિયા માં ટાંકા દ્વારા સંગ્રહ કરવો અને ઓવરફલો નું પાણી રીચાર્જ બોરમાં ઉતરવું જેથી ગંદા પાણીથી દુર રહી અને શુધ્ધ પાણી પીવાથી જાજા ભાગના રોગથી દુર રહી શકાય છે.
આ પ્રસગના આયોજનના પ્રણેતા ક્લબના ચેરમેન શ્રી બાલકૃષ્ણભાઈ મકવાણા, પ્રમુખશ્રી કમલેશભાઈ ઢોલા, એક્ષ મિલેટ્રીમેન જયભાઈ બરડાઈ તેમજ દરેક મેમ્બર ભાઈઓ તથા બહેનો તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, ભરતભાઈ કાકડિયા,વગેરે હાજર રહયા હતા.