બચપન સે પચપનની યાત્રાને સફળ કરવા “તમે જેમ કહો તેમ” સૂત્રને અપનાવો : પૂ. શ્રી ધીરગુરુદેવ

અમદાવાદના બોપલમાં બાલ સંસ્કાર શિબિરનું પ્રથમવાર આયોજન
શ્રી ધર્મનાથ સ્થાનકવાસી જૈન સંઘ, જૈન ધર્મ સંકુલ, બોપલ ખાતે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવના સાનિધ્યે શહેરના વિવિધ સંઘની જૈન પાઠશાળાના 200 જેટલા બાલક–બાલિકાઓએ હાજર રહીને વિવિધ પ્રશ્નોત્તરી તેમજ દાદર–મુંબઈની પાઠશાળાના 25 બાળકોએ નીતા ગાલાના નેતૃત્વમાં ગુરુની મહત્તા, લવજીહાદ, પાઠશાળાના સંસ્કારની નાટિકા રજૂ કરતા સહુ પ્રભાવિત થયા હતા. જૈન શાળાના શિક્ષકોનો તેમજ દરેક બાળકોનો મનોરમ્ય મોતીની માળાથી અને રોકડ રકમથી સન્માન કરાયું હતું. ધર્મ સભામાં ગુરુદેવે જણાવેલ કે – જીવનની યાત્રામાં ‘તમે જેમ કહો તેમ’ સૂત્રને અપનાવશો તો બચપન સે પચપનની યાત્રા સુપર બન્યા વિના રહેશે નહિ. વધુમાં કહેલ કે શરીરમાં સ્વાસ્થ્ય, સંબંધમાં સમજણ, પ્રેમમાં પવિત્રતા, સાહાસમાં શૂરવીરતા, ભક્તિમાં ભાવ, દુઃખમાં ડહાપણ અને મનમાં મીઠાશ જરૂરી છે કેમ કે નોલેજ ઈઝ પાવર. ABCDના કેટલા અક્ષર એક દીકરીએ જવાબ કહે કે ચાર અને A to Z માં 26 અક્ષર હોય. મનપસંદ ચિત્ર રંગ પૂર્તિમાં સહુ ઉત્સાહી જોડાયા હતા. તા. 20, ઓગસ્ટને બધુવારથી પર્વાધિરાજ પર્યુષણ પ્રવચન દ્વારા રોજ સવારે 09-30 થી 11-30 કલાકે યોજાશે. જેનું યુટ્યૂબમાં DHEER PRAVACHAN DHARA ચેનલમાં લાઈવ પ્રસારણ કરાશે.