મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથીમોટા વડાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત.

સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે કાલાવડ તાલુકાનું મોટા વડાળા ગામે પાણી સંચયને પ્રોત્સાહન આપવા માટે સફળ ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેનાથી વરસાદનું પાણી જમીનના તળ માં સંગ્રહ થવાથી પાણીના લેવલ ખુબજ ઊંચા આવશે તેથી આજુબાજુમાં પશુ-પક્ષી, જીવજંતુ ના રક્ષણ માટે પ્રકૃતિ ખીલી ઉઠશે. અને ખેડૂતોને ખેતી માં જરૂરિયાત પ્રમાણે પાણી મળી રહે તેથી પાક ઉત્પાદનમાં ખુબ મોટો વધારો થાશે. તેથી ખેડૂતોની આર્થિક સ્મૃધિમાં વધારો થાશે.અને ભારત દેશમાં ખેતી પ્રધાન નું સ્લોગન સાર્થક થાશે.
સફળ ઉદ્યોગપતિ અને સફળ પારિવારિક ભાવનાથી સંયુક્ત પરિવાર ને સાથે રહી ને સમાજમાં ખુબ મોટા કાર્ય કરી શકે તેવા દાખલા બેસાડી શકે તેવા શ્રી મુકેશભાઈ પાબારી પરિવાર દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે, તેનાથી સૃષ્ટિના સર્વશ્રેષ્ટ કાર્યમાં ખુબ મોટો ફાયદો થાશે જો આ રીતે સમાજના દરેક આગેવાનો, ઉદ્યોગપતિ, દાતાશ્રીઓ પોતાના વિચારોમાં ક્રાંતિ લાવી શકે દુનિયામાં કોઈ પણ દાન કરીએ પણ સર્વ શ્રેષ્ઠ દાન પાણીનું યોગ્ય જતન થાઈ તેવી સંસ્થામાં દાન અર્પણ કરવું જોઈએ.અને આપના જીવનમાં પાણીનું મહત્વ કેટલું છે એ આપણે જાણીએ છીએ તો આપણે વારસામાં ધન,દોલત સંપતિ આપીએ છીએ પણ ખરેખર શુ આપવું જોઈએ તે આપણે નક્કી કરવું જોઈએ. અને તેણે જણાવ્યું કે આ પ્રસંગે મુકેશભાઈ પાબારીએ પાણીના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “મારો ઉદ્દેશ્ય એવો છે કે આ ચેકડેમનો લાભ માત્ર મનુષ્યોને જ નહીં, પરંતુ અબોલ પશુ-પક્ષીઓને પણ મળે. જ્યારે પર્યાવરણ સમૃદ્ધ હશે ત્યારે જ માનવજાત સુખી થશે.”ભવિષ્યમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે ખભેખભો મિલાવીને જળસંચયના કામો કરવાની મારી તીવ્ર ઈચ્છા છે.
કાલાવડ ના ધારાસભ્ય શ્રી મેધજીભાઈ ચાવડાએ પાણીની કિંમત અને જળ સંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “પાણી એ જ જીવન છે અને આવનારી પેઢી માટે પાણી બચાવવું એ આપણી નૈતિક ફરજ છે. સરકારની સાથે જ્યારે મુકેશભાઈ જેવા સેવાભાવી વ્યક્તિઓ આગળ આવે છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારની કાયાપલટ થાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ ચેકડેમ બનવાથી આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે, જેનો સીધો લાભ ખેડૂતોને થશે.
આ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્યશ્રી મેધજીભાઈ ચાવડા, યુવરાજસિંહ જાડેજા, મોટા વડાળાના સરપંચશ્રી નિકુંજભાઈ કોટડીયા, નીકાવાના સરપંચશ્રી રાજુભાઈ મારવીયા, પ્રવીણભાઈ વાટલીયા, વિઠલભાઈ સખીયા અને આજુબાજુના ગામના સરપંચશ્રી એ હાજરી આપી હતી. તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, અમેરિકાના કન્વીનર શ્રી હરીશભાઈ ભલાણી, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ વગેરે ભાઈઓ હાજર રહ્યા હતા.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































