એમિપ્રો કંપનીના આર્થીક સહયોગથી કોલકી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વધુ એક ચેકડેમનો જીર્ણોદ્ધાર.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચયને લગતા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે વધુ એક ચેકડેમના જીર્ણોદ્ધારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજકોટ સ્થિત પ્રતિષ્ઠિત કંપની એમિપ્રો દ્વારા, ગીરગંગા ટ્રસ્ટના જળસંચયને લગતા થઈ રહેલા અવિરત કાર્યથી પ્રભાવિત થઈને પોતાના સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે 2,50,000નું અનુદાન આપવામાં આવતા આ ધનરાશિમાંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કોલકી ગામે રહેલા ચેકડેમનો જીર્ણોદ્ધાર શરૂ કરવામાં આવ્યો હતો.
જળસંચયના કાર્યો માટે સંકલ્પિત અને પ્રતિબંધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એમિપ્રોના આદાનથી કોલકી ખાતેના ચેકડેમને પુનઃજીવિત કરવામાં આવી રહ્યો છે ત્યારે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયાએ આ અનુદાન માટે એમિપ્રો કંપનીના સંચાલકોનો આભાર વ્યક્ત કરી, ભવિષ્યમાં પણ કંપની સમાજ માટે પોતાનું ઉત્તરદાયિત્વ આ જ રીતે બજાવતી રહેશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કોલકી ગામે કરવામાં આવેલા આ ચેકડેમ જીર્ણોદ્ધાર પ્રસંગે ગામના પ્રતિષ્ઠિત આગેવાનો ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ ભાલોડીયા, રતિભાઈ ગલાણી, કમલેશભાઈ જીથરા, વિમલભાઈ સવાણી, પુનિતભાઈ સવાણી, રેખાબેન સવાણી, ચંદુભાઈ નવાપરિયા, રાજુભાઈ માકડિયા, લલિતભાઈ વાછાણી, તનસુખભાઈ વાછાણી, મનસુખભાઈ ભેસદડીયા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.