#Blog

સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી એક જ દિવસમાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડવાનો વિશ્વ વિક્રમ

શ્રી બિંદડા સર્વોદય ટ્રસ્ટ અને જીવદયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર અને જય આદિનાથ ઘંટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટ- કામધેનુ ટ્રસ્ટ – અંજારના સહકારથી 10 ગાયોને આઠ કૃત્રિમ પગ બેસાડવાનો વિશ્વ વિક્રમ નોંધવામાં આવ્યો છે જેને ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડના ડાયરેક્ટર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ચેરમેન વિજય છેડાના માર્ગદર્શન મુજબ ડાયરેક્ટર મુકેશ દોશીએ આ ઓપરેશન કરવામાં સફળતા મેળવી છે. કૃત્રિમ અંગોના તજજ્ઞ ડો. એચ. પી. કુબલનો પણ સહકાર મળ્યો છે તેમજ જયા રિહેબિલિટેશનની ટીમ દ્વારા આ કાર્ય સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.
મુકેશ દોશી શ્રી એવરશાઈન પેરેડાઈઝ શ્વે. મૂર્તિપૂજક ટ્રસ્ટ, ઠાકુર વિલેજ, કાંદિવલી (ઈસ્ટ)ના ટ્રસ્ટી છે જેમણે છેલ્લા 45 વર્ષથી પોતાનું જીવન માનવો અને અબોલ જીવોની સેવામાં સમર્પિત કર્યું છે. તેઓએ દાખવેલી સેવા માનનીય છે. કોલેજ કાળ દરમ્યાન ચેસ ચેમ્પિયન અને સ્પોર્ટ્સમાં માહેર હોવા સાથે તેઓએ પ્રોફેશનલ કેરિયરમાં ફિઝિયોથેરપી, ઓક્યુપેશનલ થેરપી, ઓર્થોટિક અને પ્રોસ્થેટિક થેરપીનું અદભુત મિશ્રણ કરીને એક નવો આયામ પશુ રક્ષામાં પ્રસ્થાપિત કર્યો છે. તેમના ડાયેરક્ટર અંતર્ગત ચાર નેશનલ અને એક આંતરરાષ્ટ્રીય ઈન્સ્ટિટ્યૂટનું તેઓએ નિર્માણ કર્યું છે જેમાં હજારો ટેક્નિશિયનો અને આરોગ્ય તજજ્ઞોનોને પોતાની ક્ષમતા પૂરવાર કરવાની તક મળી છે. તેઓએ અત્યારસુધીમાં 13 લાખ દર્દીઓની સેવા કરી છે અને ગામડાઓમાં પણ રેહેબિટેશન સેન્ટર દ્વારા મનુષ્યો અને પશુઓની કલ્પનાંતિત સેવા કરી છે. વિશ્વની ટોચની ટેક્નોલોજીને મેઈ ઈન ઈન્ડિયામાં પરિવર્તિત કરીને ગામડાના માણસને પણ પરવડી શકે તેવી ટેક્નોલોજી તેમણે વિકસાવી છે. તેઓને મિનિસ્ટ્ર ઓફ સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ દ્વારા રાષ્ટ્રપતિએ એવોર્ડથી સન્માનિત કર્યાં છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ તેઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તેમની આ સિદ્ધિઓને પણ બિરદાવેલી છે. રિઝર્વ બેન્કના ડિરેક્ટર શ્રી ડી. આર. મહેતાની સાથે રહીને જયપુર લિંબ સેન્ટર સાથે એગ્રિમેન્ટ કરીને અનેક વિદ્યાર્થીઓને જયા રિહેબિલિટેશન સેન્ટર દ્વારા માર્ગદર્શન આપ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *