માનવી ઇરછે તો સમગ્ર પ્રકૃતિની રક્ષામાં સૌથી જરૂરી હોય તેવા અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન કરી શકે છે, આજ રીતે સામાન્ય રીતે ઈરછીએ તો આપણે પરિવાર થી લઈ અને સ્કૂલોમાં સમગ્ર જ્ઞાન સાથે સમજણ આપીને પ્રકૃતિની સર્વે જીવ-સૃષ્ટી અને માનવ સમાજના હિત માટે વધુમાં વધુ વરસાદના પાણીને યોગ્ય રીતે જતન કરી અને ઉપયોગ કરી તો પરિવાર સાથે દેશની રક્ષા થાય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદના પાણીના જતન માટે તાલુકે તાલુકે લોકોને જોડીને અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં અમરેલી જીલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધાર ગામના વતની રમેશભાઈ ધાનાણી કુકાવાવ વિસ્તારમાં ખુબ મોટું કાર્ય કરી રહ્યા છે, જેમાં લોકોને વધુમાં વધુ જાણકારી મળે તેના માટે પોતાના જન્મદિવસે અમરાપુ કોલેજમાં વિધાર્થીઓને એકઠા કરી અને વરસાદી પાણીનું મહત્વ અને જતન કરવા માટે માહિતગાર કરયા.કાર્યક્રમ પૂર્ણ થયે દરેક લોકોને નાસ્તો કરાવ્યો. ત્દરેક લોકો આ રીતે વિચારે તો પાણી પ્રશ્ન સરળ બની જાય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુને સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. કુકાવાવ તાલુકાને પાણીદાર બનાવવા માટે અલગ-અલગ ગામના સમાજની ચિંતા કરતા આગેવાનોને કમિટી બનાવવામાં આવેલ છે, કુકાવાવ તાલુકાના આગેવાન રમેશભાઈ ધાનાણી, અરવિંદભાઈ લાવડીયા, અરવિંદભાઈ ડોબરીયા, વિપુલભાઈ વસાણી, ગીરધરભાઈ ગેવરીયા, મનોજભાઈ હાપાણી, લાલજીભાઈ ભુવા, જયસુખભાઈ ગજેરા, અશોકભાઈ હિરાણી, જગદીશભાઈ લુણાગરિયા, ભાવેશભાઈ ગજેરા વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યને વેગ આપવા માટે તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, કૌશિકભાઈ સરધારા, ગોપાલભાઈ બાલધા, મહેશભાઈ સેગલીયા વગેરે લોકો જેહમત ઉઠાવી રહયા છીએ.
