#Blog

4 એપ્રિલે, વિશ્વ ઉંદર દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ ઉંદર દિવસે  પ્રકૃતિના નાનકડા જીવ અને ગણપતિ દાદાના પ્રિય વાહન માટે જાગૃતિ જરૂરી.

4 એપ્રિલે, વિશ્વ ઉંદર દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઉંદર પ્રત્યેની ગેરસમજ દૂર કરવી અને તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે લોકોને જાગૃત કરવી છે. ઉંદર પર્યાવરણ જાગૃતિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

ગણપતિ દાદા અને ઉંદર: એક અધ્યાત્મિક સંકેત :

હિંદુ ધર્મમાં ઉંદર ભગવાન ગણપતિ દાદાના પ્રિય વાહન તરીકે પૂજાય છે. ગણેશજી વિઘ્નહર્તા છે, અને તેમનું વાહન ઉંદર એ સંકેત આપે છે કે જીવનમાં નાની અને અવગણના થતી વસ્તુઓ પણ મહત્ત્વની છે. ઉંદર બુદ્ધિ, ચપળતા અને ધૈર્યના પ્રતીક છે, જે આપણને શીખવે છે કે જો યોગ્ય રીતે ઉપયોગ કરવો આવે તો નાનું પણ શક્તિશાળી બની શકે.

ઉંદર અને પર્યાવરણ :

ઉંદર જમીનમાં બીજ વિતરીત કરીને જૈવ વિવિધતાને જાળવી રાખવામાં મદદ કરે છે. તેઓ પર્યાવરણ માટે એક જરૂરી કડી છે. આ વિશ્વ ઉંદર દિવસ પર, ગણપતિ દાદાના પ્રિય વાહન ઉંદરને સન્માન આપી, પ્રકૃતિના દરેક જીવ માટે સંવેદનશીલતા અને જાગૃતિ લાવવાનો સંકલ્પ લઈએ. પ્રકૃતિના દરેક જીવની સુરક્ષા એ જ સત્ય માનવતા છે. વર્લ્ડ રેટ ડેનો હેતુ આ અણગમતા પ્રાણીઓ માટે માનવતાભર્યું ચિંતન લાવવાનો છે. જે કોઈ પણ ઉંદરોને પાળતુ પ્રાણી તરીકે રાખે છે તે પહેલેથી જ જાણે છે કે ઘણી ગલતફહમીઓ અને દંતકથાઓ હોવા છતાં, ઉંદરો હકીકતમાં મૈત્રીપૂર્ણ, વફાદાર, બુદ્ધિશાળી અને અતિશય પ્રિય હોય છે, જોકે વર્ષોથી તેમને નકારાત્મક છબી મળી છે, પરંતુ એકવાર તમે તેમને નજીકથી જાણો તો તેમના સારા ગુણ સ્પષ્ટ થાય છે, અને વર્લ્ડ રેટ ડેનો હેતુ લોકોમાં રહેલી ભૂલભરાયેલી માન્યતાઓ દૂર કરી, આ પ્રાણીઓનું સન્માન કરવાનું છે.

-મિતલ ખેતાણી (મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *