કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે ‘વ્યવસ્થાપન કૌશલ્યની 8 આવશ્યક સ્કીલ’ વિષે ગ્રોથ સેશન

જાણીતા મેનેજમેન્ટ પ્રોફેશનલ, ઉદ્યોગ સાહસિક, કોર્પોરેટ ટ્રેનર ચેતનભાઈ ભોજાણી આપશે ટ્રેનિંગ
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા.8 નવેમ્બર શનિવાર 2025 બપોરે 04:00 કલાકે “વ્યવસ્થાપન કૌશલ્યની 8 આવ્યાશક સ્કીલ” વિષય પર જાણીતા મેનેજમેન્ટ પ્રોફેશનલ,ઉદ્યોગ સાહસિક, કોર્પોરેટ ટ્રેનર ચેતનભાઈ ભોજાણીનુ ગ્રોથ સેશન રાખવામાં આવ્યું છે.
ચેતન ભોજાણી એડ વેલ્યૂ ગ્રુપ ઑફ કંપનીઝના ડાયરેક્ટર છે. તેઓ એક અનુભવી મેનેજમેન્ટ પ્રોફેશનલ, ઉદ્યોગસાહસિક અને કોર્પોરેટ ટ્રેનર છે. તેમને ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક HR મેનેજમેન્ટ, કલ્ચરલ ચેન્જ મેનેજમેન્ટ, ટ્રેનિંગ & ડેવલપમેન્ટ અને નેતૃત્વ વિકાસ ક્ષેત્રમાં 26 વર્ષથી વધુનો અનુભવ છે. ચેતન ભોજાણી એ વિવિધ કંપનીઓના એડવાઇઝર / એડવાઇઝરી બોર્ડના સભ્ય પણ છે.ચેતન ભોજાણી એ એડ વેલ્યુ કન્સલ્ટન્ટ્સની સ્થાપના કરી છે અને સીઈઓ તરીકેની કામગીરી સંભાળી છે. ઉપરાંત તેઓ એડ વેલ્યુ હેલ્થ સોલ્યુશન્સ (imhappy.in) અને એડ વેલ્યૂ ઇન્ફોવેના કો-ફાઉન્ડર અને ડાયરેક્ટર પણ છે. ચેતન ભોજાણીએ કેમિસ્ટ્રીમાં માસ્ટર્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી માં માસ્ટર્સ, અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા (PGDHRM) કર્યું છે. તેમણે એમ.આઈ.ટી, યુ.એસ.એ માં બેહેવિયરલ સાયકોલોજીનો અભ્યાસ પણ કર્યો છે.
ચેતન ભોજાણીને POSH (પ્રિવેન્શન ઑફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટ વર્કપ્લેસ) માટે આંતરરાષ્ટ્રીય સન્ન્માન પણ પ્રાપ્ત થયેલ છે. તેમણે વિવિધ નામાંકિત સંસ્થાઓમાં લીડ મેનેજર તરીકે કાર્ય કર્યું છે, જેમાં છેલ્લે યુ.એસ. આધારિત હેલ્થકેર IT કંપનીમાં ગ્લોબલ હેડ-HR (ભારત અને US) તરીકે હતા. અગાઉ તેઓ મહિન્દ્રા ગ્રુપમાં પણ લીડ મેનેજર તરીકે સેવા આપી ચૂક્યા છે.
તેમણે કર્મચારીઓના તમામ સ્તરો માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જેમાં સુપરવાઇઝરી, એક્ઝિક્યુટિવ, મેનેજર અને CXO સ્તરની ભૂમિકાઓનો સમાવેશ થાય છે. તેમણે મુંદ્રા પોર્ટ (આદાની ગ્રુપ), એ.યુ. સ્મોલ બેંક, અતુલ ઓટો લિમિટેડ સહિત અનેક સંસ્થાઓમાં માર્ગદર્શન આપ્યું છે. તેમણે 1000થી વધુ પ્રોફેશનલ પ્રોગ્રામ્સનું આયોજન અને અમલ કરેલો છે, જેમાં વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ અને સંસ્થાઓ છે જેમ કે અહમદાબાદ મેનેજમેન્ટ એસોસિએશન, રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, લોધિકા GIDC ઇન્ડસ્ટ્રી એસોસિએશન, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, ISTD અમદાવાદ, ISTD વડોદરા, ISTD રાજકોટ, ISTD પુણે, સૌરાષ્ટ્ર કચ્છ HR ફોરમ, પરૂલ યુનિવર્સિટી, બીકે સ્કૂલ ઑફ મેનેજમેન્ટ, આઈ.આઈ.પી.એમ., મારવાડી યુનિવર્સિટી, એટ્મીયા યુનિવર્સિટી, DAIICT, ગુજરાત યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે.
તેઓ પૂર્વ ચેરમેન ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ (ISTD) રાજકોટ ચેપ્ટર, નેશનલ કાઉન્સિલ મેમ્બર-ISTD, નવી દિલ્હી, લાઇફ મેમ્બર- નેશનલ HRD નેટવર્ક, મેમ્બર- નેશનલ લેવલ કમિટિ ફોર ઇન્ડસ્ટ્રી-એકેડેમિક કોલેબોરેશન, ISTD, નવી દિલ્હી, મેમ્બર- ગ્લોબલ સ્ટીયરિંગ કમિટિ, એલાયન્સ ફોર ઈન્ટિગ્રિટી (જર્મન ગવર્નમેન્ટ & UN ગ્લોબલ કંપેક્ટ નેટવર્ક), મેન્ટર- ઇન્ટરનેશનલ કમ્યુનિટી GLEAC, મેમ્બર- ઇન્ડો-જર્મન ચેમ્બર ઑફ કોમર્સ, સેક્રેટરી- સૌરાષ્ટ્ર કચ્છ HR ફોરમ, બોર્ડ ઑફ સ્ટડીઝ મેમ્બર- મારવાડી યુનિવર્સિટી (6 વર્ષ) તેમજ અહમદાબાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં સ્પીકર અને પૂર્વ બોર્ડ ઑફ સ્ટડીઝ, ફેકલ્ટી ઑફ મેનેજમેન્ટ, આર.કે યુનિવર્સિટીમાં પણ સેવા આપી ચૂક્યા છે.
ચેતન ભોજાણીના કાર્ય અને અનુભવના લીધે તેઓ એન્ટરપ્રાઇઝ લીડરશિપ, HR મેનેજમેન્ટ અને કોર્પોરેટ ટ્રેનિંગમાં એક જાણીતા નેતા તરીકે ઓળખાય છે, જે વ્યવસાયિક ક્ષેત્રમાં વ્યાવસાયિક પ્રગતિ અને કર્મચારી વિકાસને પ્રોત્સાહિત કરે છે.




























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































