‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ નીમીતે સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ યોજાયો.

Blog

શ્વાનોને વિનામૂલ્યે રસીકરણ કરાયું. સૌરાષ્ટ્ર-કચ્છના 120 જીવદયા પ્રેમીઓએ  લાભ લીધો.

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ નિમિતે યોજાનાર અનેક કાર્યક્રમોની શૃંખલામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં પશુ-પક્ષીઓ માટેના મેગા, નિઃશુલ્ક, સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ, ચર્મ ચિકિત્સા—દંત ચિકિત્સા તેમજ આંખના રોગોના સારવાર કેમ્પ અને શ્વાનોને વિનામુલ્યે હડકવાનું રસીકરણ, કૃમિનાશક તેમજ અન્ય સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  સૌરાષ્ટ્ર-કચ્છના 120 જીવદયા પ્રેમીઓએ અબોલ જીવોની સારવારનો લાભ લીધો હતો.

આ કેમ્પને રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી સેતુરભાઈ દેસાઇ, તુષારભાઈ મહેતા, હિતેનભાઈ મહેતા તથા ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ ના કાર્યકરોનો પણ સહયોગ મળ્યો હતો.

એનીમલ હેલ્પલાઇનનાં ડો. નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવી માલવીયા, નિષ્ણાત તબીબો ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હિરેન વિસાણી તેમજ પંચનાથ એનીમલ હોસ્પીટલનાં ડો. વિવેક કલોલા સહીતની ડોકટર્સની ટીમે પોતાની સેવા આપી હતી. કેમ્પમાં સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ ટ્રસ્ટ (એસ.પી.સી.એ.), જીલ્લા વહીવટી તંત્ર,  જિલ્લા પંચાયત પશુપાલન શાખાનાં વરિષ્ઠ ડોકટર્સ ડો. ગોહીલ, ડો. કટારા, ડો. કુંડારીયા તથા રાજકોટ મહાનગરપાલીકાના ડો. હિરપરા, ડો. ભાવેશ જાકાસણીયા, ડો. ઉપેન્દ્ર પટેલ, ડો. જયદીપ રાઠોડ સહિતના નિષ્ણાંત તબીબોએ સેવા  આપી હતી.

કેમ્પમાં પશુ—પક્ષીઓથી મનુષ્યોને તથા મનુષ્યોથી પશુ પક્ષીઓને ફેલાતા રોગોના નિરાકરણ અંગે જનજાગૃતી તેમજ મેડીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં આવેલા તમામ પશુ-પક્ષીઓને જનરલ હેલ્થ ચેકઅપ (ફુલ બોડી), શ્વાનોને વિનામૂલ્યે હડકવા વિરોધી રસીકરણ, આંખના, દાંતના—ચામડીના રોગોની તેમજ સર્વરોગોનું નિદાન, સર્વરોગની જનરલ સારવાર, મેજર ઓપરેશન ઉપરાંત અન્ય સારવાર પણ કરી આપવામાં આવી હતી.

આ જીવદયા કેમ્પને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટનાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ડો. ગીરીશભાઈ શાહ, રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવેલ હતી.

રાજકોટનાં જીવદયા પ્રેમી કલેકટર ડો. ઓમ પ્રકાશ સાહેબ, ડેપ્યુટી કલેકટર એ. કે. ગૌતમ સાહેબ, ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ શહેર પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા, રાજકોટ મહાનગરપાલિકાના કમીશ્નર તુષારભાઈ સુમેરા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,  સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, ગિરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઇ સખિયા, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠ, પંચનાથ મંદીર તેમજ હોસ્પીટલનાં દેવાંગભાઈ માંકડ, જૈન શ્રેષ્ઠી ભરતભાઈ ભીમાણી, ભરતભાઈ મહેતા, રાજુભાઇ મહેતા  (ભાભા ગ્રુપ), જગદીશભાઇ ભીમાણી,  જયંતીભાઈ પરસાણા (જાણીતા બીલ્ડર્સ), મનસુખભાઈ ભીમાણી (અગ્રણી ઉદ્યોગપતિ), જયોતીન્દ્રભાઈ મહેતા (મામા), કલ્પકભાઈ મણીયાર, અમિતભાઈ સંઘવી (જૈન અગ્રણી), જયદીપભાઈ વોરા,  ડો. આર. પી. મોદી, પરિનભાઈ પટેલ (સી. એ. પ્રમુખ, રોટરી પ્રાઇમ), કિરીટભાઈ આદ્રોજા, મુકેશભાઈ પાબારી, વિજયભાઈ વાંક, વર્ધમાન યુવક મંડળ,  દર્શનભાઈ, પ્રતિકભાઈ કામદાર, વર્ધમાન યુવક ગ્રુપ,  જીવદયા ગ્રુપ, મનીષભાઈ ભટ્ટ, યોગેશભાઈ પાંચણી, જય માતાજી અબોલ જીવ સેવા મંડળ,  ચંદુભાઈ હુંબલ, વિરાભાઈ હુંબલ, આનંદભાઈ અમૃતિયા સહિતનાં અગ્રણીઓની  શુભેચ્છા મળી હતી.

કેમ્પમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડો. માધવ દવે, મુકેશભાઇ પાબારી (અગ્રણી ઉધોગપતિ), મનુભાઈ મહેતા (તનિષ્ક જવેલર્સ), રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, સમસ્ત મહાજનનાં કુમારપાળ શાહ, અપૂર્વભાઈ મણિયાર (સરસ્વતી શિશુ મંદિર), ખંતીલભાઈ મહેતા, ભરતભાઇ કાપડિયા, જૈન અગ્રણીઓ ધમેન્દ્રભાઈ શાહ, હેમલભાઈ કપાસી, અંકુરભાઈ હપાણી, સુરજભાઈ બીપીનભાઈ મહેતા, ચંદ્રેશભાઈ પટેલ (કિસાન ગૌશાળા) સહિતનાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.     

કેમ્પને સફળ બનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં સભ્ય ડો. ગીરીશભાઈનાં માર્ગદર્શનમાં શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરુભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, ઘનશ્યામભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ  ભરતભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ તથા સમસ્ત મહાજનનાં કુમારપાળ શાહ સહીતનાની ટીમે જહેમત ઉઠાવી હતી.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટની વિશેષ વિગતો માટે મિતલ ખેતાણી (મો. 98242 21999), પ્રતિક સંઘાણી (મો. 99980 30393) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *