#Blog

ઈકો-ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાની પુજા અર્ચના સાથે ગણેશોત્સવ મનાવીએ

 

•          ચલો ગાય કી ઔર, ચલો ગાંવ કી ઔર, ચલો પ્રકૃતિ કી ઔર” – ડૉ.વલ્લભભાઈ કથીરિયા

ઘરમાં ભારતીય ગૌમાતાના ગોબરમાંથી બનાવેલા ગણપતિજીનું સ્થાપન કરી, પૂજન કરી, ગણપતિ ઉત્સવ મનાવીએ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન તેમજ GCCIના ફાઉન્ડર ચેરમેન શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા એ ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ગોમય-ગોબરની ગણેશજીની પ્રતિમાના ઉપયોગથી પર્યાવરણ રક્ષા થશે. પી.ઓ.પી. થી થતુ પ્રદૂષણ અટકશે. ઘરમાં ગોબરના ગણપતિ રાખવાથી હાનિકારક કિરણો અટકાવી શરીરનું રક્ષણ થશે. ચારેબાજુ પવિત્રતા રહેશે. ‘ગોમયે વસતે લક્ષ્મી’ મુજબ ઘરમાં સમૃદ્ધિ વધશે. ભગવાન શ્રી ગણેશજીના આર્શીવાદ પ્રાપ્ત થશે અને વિના વિઘ્ને સર્વ કાર્ય સંપન્ન વિસર્જીત પ્રતિમાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થશે. પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે. ગોબરમાંથી ગણેશજીની મૂર્તિ બનાવનાર યુવા મહિલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે સ્વદેશી અને આત્મ નિર્ભરતાનો ઉદ્દેશ સિધ્ધ થશે.

ગોબરમાંથી બનેલ પ્રતિમાનો જયારે વિસર્જન કરવામાં આવે ત્યારે ઘરના જ વૃક્ષો, છોડ અને બગીચામાં ખાતર તરીકે ઉપયોગ કરીએ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મ નિર્ભર ભારત અને “મેઈક ઈન ઈન્ડિયા” અભિયાનને સબળ બનાવવા સમગ્ર દેશની ગૌશાળાઓ તથા યુવા–મહિલા ઉદ્યોગીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને “ગૌમય ગણેશ અભિયાનમાં” જોડાવા બદલ ડો.કથીરિયા એ અભિનંદન પાઠવાયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *