#Blog

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘સાત્વિક આહાર’  વેબીનાર શ્રેણીનું આયોજન

તૃતીય પુષ્પ તરીકે ‘ભોજન હી ભૈસજ – લોક ધાન્ય (મિલેટસ) ’ વિષય પર આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની માર્ગદર્શન આપશે

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા ‘સાત્વિક આહાર’  વેબીનાર શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. વેબીનારમાં આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ‘ભોજન હી ભૈસજ – લોક ધાન્ય (મિલેટસ) ’ વિષય પર માર્ગદર્શન આપશે. આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર (ગુજરાત)નાં સ્થાપક, આયુર્વેદ ચિકિત્સક, પંચકર્મ ફેકલ્ટી, તાલીમ નિષ્ણાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં પ્રશિક્ષિત સ્વયંસેવક, બી.જે.પી ગુજરાતનાં ભૂતપૂર્વ રાજ્ય સચિવ, જામનગર જિલ્લાનાં રોટરી ક્લબનાં ભૂતપૂર્વ પ્રમુખ છે. તેમને 4 દાયકાથી વધુનો ક્લિનિકલ અનુભવ છે. તેઓ પરંપરાગત આયુર્વેદ નાડી પરિક્ષણનાં નિષ્ણાંત છે. તેમણે આયુર્વેદ પંચગવ્ય અને ગર્ભવિજ્ઞાન પર વિસ્તૃત સંશોધન કર્યું છે. ડૉ. હિતેશ જાનીએ તેમની કારકિર્દી દરમિયાન આજ સુધી 40,000 થી વધુ દર્દીઓની સારવાર કરી છે. તેમણે પોતાના જીવનમાં ગૌ વિજ્ઞાન, ગર્ભ વિજ્ઞાન, લોકાર્યુવેદ જેવા વિષયોનું જ્ઞાન લોકોને આપ્યું. તેમણે આયુર્વેદ સંબંધિત ઘણા પુસ્તકો લખ્યા છે તેમજ ઘણા પબ્લીકેશનસ તેમના આર્ટીકલ નિયમિતપણે છાપે છે. તેમને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કાર, સ્વર્ગીય મોરોપંત પિંગળે ગૌસેવા પુરસ્કાર, શંકરાચાર્યજી દ્વારા ગૌચતુર્માસ પુરસ્કાર, આયુર્વેદ પ્રત્યે જાગૃતિ માટે લાયન્સ ક્લબ દ્વારા આયુર વિકાસ એવોર્ડ સહિતનાં સન્માનો પ્રાપ્ત થયા છે. 

વેબિનારનું આયોજન 9 નવેમ્બર, ગુરુવારનાં રોજ રાત્રે 9:00 વાગ્યે રાખવામાં આવ્યો છે. વેબિનાર એનીમલ હેલ્પલાઈનનાં ફેસબુક પેઈજ ‘એનીમલ હેલ્પલાઈન – કરુણા ફાઉન્ડેશન’ તેમજ યુ ટ્યુબ ચેનલ ‘કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન રાજકોટ’ પર લાઈવ કરવામાં આવશે. સૌ ને આ વેબિનારમાં જોડાવવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇનનાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઇ મહેતા  સહિતનાઓએ અપીલ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *