#Blog

સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે રાષ્ટ્રીય સ્તરે “જીવદયા પખવાડિયું ”નું ભવ્ય આયોજન

દેશના યુવાનો અને બાળકોમાં જીવદયા તથા ગૌસેવાની ઉત્કૃષ્ટ ભાવના અને સંસ્કારોનું સિંચન કરવા માટે “જીવદયા પખવાડિયું”નું વિશેષ આયોજન

સંસ્થા દ્વારા સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, જીવદયાપ્રેમીઓ, ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ તથા લોકપ્રતિનિધિઓને ગૌશાળા-પાંજરાપોળમાં આમંત્રિત કરી તેમના હસ્તે ગૌપૂજન કરાવશે અને જીયો-ટેગ્ડ ફોટો ગ્રુપમાં મોકલશે, તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે.

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન તથા સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા, જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આત્મનિર્ભર ભારતના પ્રણેતા દેશના યશસ્વી વડાપ્રધાન તથા રાષ્ટ્રને સમગ્ર વિશ્વમાં એક ગૌરવ ભર્યું સ્થાન અપાવ્યું છે, દેશના યુવાધનના પ્રેરણાદાયી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસના અવસરે 17 સપ્ટેમ્બર,બુધવાર- 2025 થી એક વિશેષ “જીવદયા પખવાડિયું ” સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવશે. આ અવસરને માત્ર ઉત્સવ પૂરતું ન રાખીને, તેને ગૌસેવા અને આત્મનિર્ભરતાનો સંકલ્પદિવસ તરીકે ઉજવવાનો નિર્ધાર સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

આ “જીવદયા પખવાડિયું ”ના આયોજન અંતર્ગત સમગ્ર રાષ્ટ્રની ગૌશાળા તથા પાંજરાપોળોમાં ગૌપૂજન તથા ગોગ્રાસ દાન કાર્યક્રમ યોજાશે. સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, જીવદયાપ્રેમીઓ, ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ તથા લોકપ્રતિનિધિઓને આમંત્રિત કરી તેમના હસ્તે ગૌપૂજન કરાવવામાં આવશે. સાથે જ દરેક કાર્યક્રમની જી-ટેગ્ડ ફોટો તથા વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી પ્રેરણાનો સંદેશ ફેલાવવામાં આવશે. જે સંસ્થા દ્વારા સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, જીવદયાપ્રેમીઓ, ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ તથા લોકપ્રતિનિધિઓને ગૌશાળા-પાંજરાપોળમાં આમંત્રિત કરી તેમના હસ્તે ગૌપૂજન કરાવશે અને જીયો-ટેગ્ડ ફોટો ગ્રુપમાં મોકલશે, તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે.

ગૌમાતાની સેવા સાથે ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે અનેક પગલાં લેવામાં આવશે – જેમાં વરસાદના પાણીનું જળ સંચય માટે ચેકડેમ, તળાવ તથા નદી-નાળાની સફાઈ, ગૌચર ભૂમિના વિકાસ માટે તે જમીન પર લીલાછમ ઘાસ ઉગાડવાની વ્યવસ્થા, તથા દેશી વૃક્ષારોપણ હેઠળ પીપળો, વડ, કરંજ, નીમ તથા ઔષધીયુક્ત અને ફળાઉ જેવા સ્વદેશી વૃક્ષો રોપવાની કામગીરી હાથ ધરાશે.

આ ઉપરાંત ગોબર આધારિત ઉત્પાદનો જેમ કે દીવા, કુંડા, ખાતર, પેઇન્ટ, ગોબરની વૉલહેંગિંગ મૂર્તિ, ગોબરમાંથી બિલ્લા (બેચ), 7 ઇંચ કૃષ્ણ મૂર્તિ, ગોબરના ગમલા કેવી રીતે બનાવવા, ડિઝાઇન ઘડિયાળ, ગોબરમાંથી લાકડું કેવી રીતે બનાવવું, ગોમય ચરણ પાદુકા, ગોબરમાંથી નેમ પ્લેટ કેવી રીતે બનાવવી, કંપનીનો લોગો/પ્રતિક ચિહ્ન, એક્યુપ્રેશર મેટ, વૈદિક બ્રશ કેવી રીતે બનાવવો, ગોબરમાંથી ક્લિનિંગ પાવડર કેવી રીતે બનાવવો, બીજ ઉપચાર, જૈવિક ખેતી, અમૃત પાણી કેવી રીતે બનાવવું, ધૂપકોણ, મોબાઇલ સ્ટેન્ડ,  વગેરે તૈયાર કરી ગૌશાળાની આવક વધારવામાં આવશે. ગૌમૂત્ર આધારિત ઔષધિ, કીટકનાશક તથા સ્વચ્છતા દ્રવ્યો બનાવવાના પ્રયત્નો પણ થશે. નજીકના ખેડૂતોને મફતમાં ગોબર આપી તેમને પ્રાકૃતિક ખેતી શીખવવામાં આવશે. “એક એકર = એક ટ્રોલી ગોબર” જેવા સૂત્રથી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળશે.

આ અભિયાનમાં યુવાઓ અને બાળકોને જોડીને જીવદયા અને ગૌસેવાના સંસ્કાર વિકસાવવા વિશેષ ભાર મુકવામાં આવશે. સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંકલ્પ છે કે “દરેક ગૌશાળા દાન આધારિત નહીં, પરંતુ આત્મનિર્ભર” બને. ગૌપૂજન કાર્યક્રમને “રાષ્ટ્રસેવા = ગૌસેવા” ના સંદેશ રૂપે સમગ્ર સમાજમાં પ્રસરાવવામાં આવશે.

આવી શુભ પ્રસંગે સૌ ગૌભક્તો તથા જીવદયા-પ્રેમી ભાઈ-બહેનોને હાર્દિક આમંત્રણ છે કે સૌ સાથે મળીને ભારતના પ્રણેતા દેશના યશસ્વી વડાપ્રધાન તથા રાષ્ટ્રને સમગ્ર વિશ્વમાં એક ગૌરવ ભર્યું સ્થાન અપાવ્યું છે, દેશના યુવાધનના પ્રેરણાદાયી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને જીવદયા, ગૌસેવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ઉજવીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *