#Blog

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ સેવા, ગાય આધારિત અર્થતંત્ર અને ગૌ ટેક ગ્લોબલ વિઝન 2026″વિષય પર વિશેષ સંવાદ

તા. 21-03-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે પ્રખ્યાત આર્કિટેક્ટ અગ્રણી સમાજ સેવી ડૉ.દિલીપ કાલે સાથે સંવાદ.

            ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “ગૌ સેવા, ગાય આધારિત અર્થતંત્ર અને ગૌ ટેક ગ્લોબલ વિઝન 2026″ વિષય પર પ્રખ્યાત આર્કિટેક્ટ અગ્રણી સમાજ સેવી ડૉ.દિલીપ કાલે સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

               પ્રખ્યાત આર્કિટેક્ટ અને પરોપકારી દિલીપ કાલેએ તેમના જીવનના સંઘર્ષો અને મૂલ્યોનો ઉપયોગ કરીને સ્થાપત્ય અને સામાજિક ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સતારામાં શરૂ થયેલી તેમની યાત્રાએ તેમને અસંખ્ય મહત્વપૂર્ણ શૈક્ષણિક, ધાર્મિક અને સંસ્થાકીય પ્રોજેક્ટ્સ સાથે જોડ્યા છે. સમાજ પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતાએ તેમને વિવિધ સંગઠનો સાથે સક્રિય રીતે સંકળાયેલા રાખ્યા છે. આજે, તેઓ ગૌ સેવા અને ગાય આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે, અને ગૌ ટેક 2026 ના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે આ ક્ષેત્રને નવી દિશા આપે છે.

            આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ “OfficialGCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, શ્રી પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ સેવા, ગાય આધારિત અર્થતંત્ર અને ગૌ ટેક ગ્લોબલ વિઝન 2026″વિષય પર વિશેષ સંવાદ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *