વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે “વેલકમ ન્યુ યર-2026″તા.04, જાન્યુઆરી, રવીવારે સાંજે “આનંદોત્સવ’ અને ભોજન સમારોહ.

સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સાથે સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ.
નવા વર્ષ નું આગમન થઈ રહ્યું છે ત્યારે “વેલકમ ન્યુ યર-2026” ને વધાવવા માટેલોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે સ્વ. ડો. મનોરમાબેન મહેતા પરીવાર તથા ગં.સ્વ. માતૃશ્રી રંજનબેન મનસુખભાઈ લાલ પરીવાર દ્વારાતા. 04, જાન્યુઆરી, રવીવારે સાંજે 4-00 કલાકે થી (સમયસર), મોઢ વણિક બોર્ડિંગ, 5–રજપુતપરા, રાજકોટ ખાતે આનંદોત્સવ તથા તમામ થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના પરીવારજનો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું છે. તમામ બાળકોને સંગીતમય શૈલીમાં વિવિધ ગેમ્સ રમાડવામાં આવશે અને વિવિધ આકર્ષક ગીફટો પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સહ સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ અપાયું છે.
સમગ્ર આયોજન અંગે અનુપમ દોશી, મિતલ ખેતાણી, સુરેશભાઈ બાટવીયા, ઉપેનભાઈ મોદી, પંકજ રૂપારેલિયા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, હિરેનભાઈ લાલ, મિતુલભાઈ લાલ, કિરીટભાઈ પાંધી, વર્ષાબેન પાંધી, નૈષધભાઈ વોરા, દિનેશભાઈ ગોવાણી, મનોજભાઈ ચૌહાણ, સંદીપભાઈ પાલા, અશોકભાઈ કુંડલીયા, દેવનભાઈ કુંડલીયા, હિતેષભાઈ બાલાજી, વિનેશભાઈ હિંડોચા, જીતુભાઈ ગાંધી, વિપુલભાઈ ભટ્ટ, અરવિંદભાઈ પારેખ, પરસોતમભાઈ વેકરીયા, ભારતીબેન સેજપાલ (મુંબઈ), રાજેશભાઈ સેજપાલ (મુંબઈ), પરિમલભાઇ જોશી, ધર્મેશભાઈ સોની, મહેશભાઈ વ્યાસ, રમેશભાઈ શિશાંગીયા, બીનાબેન પોપટ, લતાબેન પોપટ, ચેતનાબેન પોપટ, મીતેષભાઈ ઓંધીયા, ધર્મેશભાઈ સાકરીયા, ડો. રાહુલભાઈ ગોહેલ, જીમીભાઈ ઓંધીયા, નેમીશભાઈ કવા, પ્રતીકભાઈ કવા, હિતેષભાઈ ગણાત્રા, કુસુમબેન પોપટ, દશરથભાઈ પારેખ, કિશોરસિંહ બારડ, લલીતભાઈ પુજારા, મિત ખખ્ખર, કૃપાલીબેન ખખ્ખર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે “વેલકમ ન્યુ યર-2026” “આનંદોત્સવ’ અને ભોજન સમારોહ કાર્યક્રમ વિશેષ માહિતી માટે વિવેકાનંદ યુથ કલબનાં અનુપમ દોશી (મો. 94282 33796), મિતલ ખેતાણી (મો. 98242 21999), સુરેશભાઈ બાટવીયા (મો. 94282 56262) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































