#Blog

અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યમયી સાંજ “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું વિમોચન તથા ગુજરાતના સુખ્યાત ગઝલકારો સાથે ભવ્ય મુશાયરાનું આયોજન

અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યમયી સાંજ “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું વિમોચન તથા ગુજરાતના સુખ્યાત ગઝલકારો સાથે ભવ્ય મુશાયરાનું આયોજન

પ્રથમ વખત ભાર્ગવની ગઝલના શેર પર જાણીતા અભિનેતાઓ દ્વારા નાટ્યમાંચન રજૂ થશે

અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું વિમોચન, ગુજરાતના સુખ્યાત ગઝલકારો સાથે ભવ્ય મુશાયરો તથા ગુજરાતમાં પ્રથમવાર ભાર્ગવની ગઝલના શેર પર જાણીતા અભિનેતાઓ દ્વારા નાટ્યમાંચનનું ભવ્ય આયોજન તા. 1 નવેમ્બેર, 2025, શનિવારે સાંજે 09:00 વાગ્યે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ભવ્ય રજૂઆતમાં સૌ સાહિત્ય પ્રેમીઓને સહર્ષ નિમંત્રણ છે.

આ કાર્યક્રમમાં માનનીય વજુભાઇ વાળા(પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ ભાજપ અગ્રણી), પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા (સાંસદશ્રી રાજ્યસભા), શ્રી રમેશભાઈ ટીલાળા (ધારાસભ્યશ્રી-રાજકોટ), ડૉ. માધવભાઈ દવે (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), કવિ શ્રી હર્ષદ ત્રિવેદી (પ્રમુખ, ગુજરાત સાહિત્ય પરિષદ), મૌલેશભાઇ ઉકાણી (અગ્રણી ઉધોગપતિ, બાન લેબ્સ), ડી.વી.મેહતા (મેનેજીગ ટ્રસ્ટી, જીનિયસ સ્કૂલ), પુનિતભાઈ ચોવટીયા (યુવા ઉધોગપતિ, યુનિટી સિમેન્ટ), કલ્પકભાઈ મણિયાર (CA, સહકારી અગ્રણી), કમલેશભાઈ મહેતા (ચેરમેન વધાર ફાઉન્ડેશન, અગ્રણી બીલ્ડર) સાથેના અગ્રણી મહાનુભાવો, સામાજિક અને સાંસ્કૃતિક આગેવાનો ઉપસ્થિત રહેશે.

અસ્મિતા ફાઉન્ડેશન, રાજકોટ તરફથી કવિશ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં”ના વિમોચન અને એ પ્રસંગે યોજાનારા ભવ્ય મુશાયરા તેમજ નાટ્ય પ્રસ્તુતિમાં મનીષ ભટ્ટ, મિત્તલ ખેતાણી (અસ્મિતા ફાઉન્ડેશન), ડો.મીનાબેન ઠાકર (મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી રામભાઇ ઠાકર સ્મૃતિ સંસ્થાન) દ્વારા આપ સહુને સાદર આમંત્રણ પાઠવવામાં આવે છે.

“શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય જગતના પ્રતિષ્ઠિત કવિઓનું ભવ્ય મંચ સજાવાયું છે. અમદાવાદના ઋષિ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ, ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ કવિ શ્રી હર્ષદ ત્રિવેદી, રાજકોટના વરિષ્ઠ કવિ શ્રી સંજુ વાળા, સુરતના કવિ શ્રી ગૌરાંગ ઠાકર, બગસરાના કવિ શ્રી સ્નેહી પરમાર, અને શ્રી ભાર્ગવ ઠાકર સહિતના કવિઓ પોતાના કાવ્યપઠન દ્વારા સાહિત્ય પ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે. કાર્યક્રમના સૂત્રધાર તરીકે મુંબઈના ધુનાધાર સંચાલક અને કવિ શ્રી શોભિત દેસાઈ હાજર રહેશે.

આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વખત માત્ર ગજલના શેર પર એક નાટ્યમાંચન થવા જવાનું છે. આર.જે. દેવર્ષ તરીકે જાણીતા દેવર્ષ મિલન ત્રિવેદી અને તખતાની ખ્યાતનામ અભિનેત્રી ધ્વની ગાંધી આ નાટયમાંચનમાં અભિનયના ઓજસ પાથરશે. આ નાટ્યમંચનનું દિગ્દર્શન જાણીતા અભિનેતા અને દિગ્દર્શક આસિફ અજમેરી દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા સાહિત્યકાર ડો. યોગિની ચાવડા કરશે.

કવિ શ્રી ભાર્ગવ ઠાકરનું નામ રાજકોટના સાહિત્યપ્રેમીઓ માટે અજાણ્યું નથી. શબ્દસાધના અને અભિનય તેમના લોહીમાં વહે છે. મુશાયરાઓમાં તેમની ગઝલોના રસલ્હાણનો સ્વાદ વારંવાર માણનાર પ્રેક્ષકો હવે તેમની ગઝલોનો સ્વાદ પ્રથમવાર પુસ્તક રૂપે માણી શકશે. ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” ભાવકો સમક્ષ રજૂ કરવામાં આવનાર છે, જે સાહિત્યપ્રેમીઓને તેમની કૃતિની ગહનતા અને સુંદરતા અનુભવવાની અનોખી તક આપે છે. આવો, આ ક્ષણના સાક્ષી બની, ભાર્ગવની શબ્દસાધનાને પોંખીએ.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મનીષભાઈ ભટ્ટ, મિતલ ખેતાણી, વિરલ રાવલ, વિમલ જાની, આનંદ અમૃતિયા, દિનેશ ગજેરા, યોગેશ પાંચાણી, નીતિન મહેતા, મનીષ ગોલ, વિજય કોઠીવાલ, મનોજ અનડકટ, ધીરેન ભોજાણી, હિતેશ દવે, હરેશ ગજ્જર, નીલ લોઢીયા,  ચિરાગ પટોડિયા,  પ્રદીપ મહેતા, કમલેશ ગજ્જર તેમજ મિલન ત્રિવેદી, ચેતસ ઓઝા, કુણાલ દામોદરા, જયેશ રાષ્ટ્રકુટ, દેવલ વોરા, સહિતની ટીમ જેહમત ઉઠાવી રહી છે.

કાર્યક્રમ અંગેના પાસ મેળવવા માટે (1) વિરાણી સ્કુલની બાજુમાં, હેમુ ગઢવી હોલ, (2) ‘જનપથ’, 2-તપોવન સોસાયટીનો ખૂણો, સરાઝા બેકરી પાસે, હોલીડે પ્લાઝા બીલ્ડીંગની સામે, અક્ષર માર્ગ મેઈન રોડ, રાજકોટ (3) સન ડિજિટલ, સેન્ટ મેરી સ્કૂલની સામે, કાલાવાદ રોડ, કેકેવી સર્કલ પાસેથી નિશુલ્ક મેળવી શકાશે.

કાર્યક્રમ અંગેની વધુ વિગત માટે મનીષભાઈ ભટ્ટ (મો. 98254 77501) સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *