#Blog

“ગૌટેક 2026” અંગે માર્ગદર્શન આપવા GCCI દ્વારા તારીખ 07/12/2025, રવિવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી વિશેષ ઝૂમ મીટીંગનું આયોજન.

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મહારાષ્ટ્ર ની IT નગરી પુનામાં આગામી તારીખ 20 થી 23 માર્ચ, 2026 ના રોજ એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ ખાતે “ગૌટેક 2026 કાઉ બેઝ્ડ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમીટ & એક્સપો”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગૌ સેવા, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, બાયો–એનર્જી, ગોબર આધારિત પ્રોડક્ટ્સ અને A2 દૂધના વેલ્યુ એડીશન જેવા અનેક ક્ષેત્રોમાં કાર્યરત ગૌ મહાનુભાવો સાથે આયોજન બાબતે રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા તારીખ 07/12/2025, રવિવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી વિશેષ ઝૂમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઝૂમ મીટીંગમાં “ગૌટેક 2026” પેવિલિયનનીની વિશેષતાઓ, સ્ટોલ બુકિંગ પ્રક્રિયા, ગૌ આધારિત ઉદ્યોગોમાં તકો, યુવા અને મહિલા ઉદ્યોગસાહસિકો માટેના નવા માર્ગ, ટેકનોલોજી આધારિત ગૌ સંવર્ધન, A2 દૂધ અને બાયોફર્ટિલાઇઝર ઉદ્યોગોની સંભાવનાઓ, ગોબર આધારિત ઘરગથ્થુ ઉત્પાદનો, બાયોગેસ–CNG ઉત્પાદન અને ગૌશાળાઓ માટેના નવીન મોડેલ વિશે વિગતવાર ચર્ચા વિચારણા થશે. ગૌ આધારીત અર્થવ્યવસ્થાના વિકાસમાં સહભાગી થવા, રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુતિ થાય અને નવા વેપાર – રોજગારના અવસર સર્જવા ઇચ્છુક તમામ ગૌપ્રેમીઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સ આન્ત્રપ્રિન્યોર્સને ઝૂમ મીટીંગમાં જોડાવાનું હાર્દિક આમંત્રણ છે.
ઝૂમ મીટીંગ માં નીચે મુજબ જોડાઈ શકાશે. Meeting ID: 817 2321 5159 Passcode: 390285 આ ઝૂમ મીટીંગ GCCI ના ફેસબુક પેઇજ https://www.facebook.com/OfficialGCCI પર પણ લાઈવ નિહાળી શકાશે.
વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. 98242 21999, અમિતાભ ભટ્ટનાગર મો.70390 11173, પુરીશકુમાર મો.88535 84715, તેજસ ચોટલીયા મો. 9426918900, મનીષ ચર્તુવેદી મો. 9341928011, 8959333301 નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *