GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌમૂત્ર અને પંચગવ્ય: ગૌ સંજીવની દ્વારા આરોગ્ય અને નવીનતા” વિષય પર વિશેષ સંવાદ
તા. 06-05-2026, બુધવાર સાંજે 07:00 વાગ્યે પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. રાકેશ ચંદ્ર અગ્રવાલ સાથે સંવાદ
ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. રાકેશ ચંદ્ર અગ્રવાલ સાથે તા. ૦6-૦5-2026, બુધવાર સાંજે ૦7:00 વાગ્યે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ડૉ. રાકેશ ચંદ્ર અગ્રવાલ, જેઓએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાંથી કાર્બનિક રસાયણ વિષયમાં પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે અને ઘણા વર્ષોથી પંચગવ્ય તથા ગૌમૂત્ર પર ગહન વૈજ્ઞાનિક સંશોધન કરી રહ્યા છે. આ વિશેષ સંવાદ દરમિયાન ડૉ. અગ્રવાલ ગૌમૂત્ર અને પંચગવ્યના વૈજ્ઞાનિક મહત્વ, આરોગ્યક્ષેત્રે તેની ઉપયોગિતા તથા આધુનિક સંશોધનના પરિપ્રેક્ષ્યમાં તેની અસર અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપશે. સાથે સાથે તેઓ તેમના દ્વારા વિકસિત “ગૌ સંજીવની” જેવા ઉત્પાદન અંગે માહિતી આપશે, જે પરંપરાગત જ્ઞાનને આધુનિક સ્વરૂપમાં રજૂ કરવાનો અનોખો પ્રયાસ છે.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ “Official GCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. 98242 21999, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. 98257 05813, શ્રી પુરીશ કુમાર મો. 63933 03738 અને તેજસ ચોટલીયા મો. 94269 18900 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































