#Blog

તા.07, મે, ગુરૂવારના રોજ ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે સમગ્ર રાજ્યમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા તથા ગૌ હત્યા અટકાવવા અંગે સરકારશ્રી દ્વારા કડક કાયદો બનાવવા અંગે ગૌસંત, ગૌભકત, ગૌસેવક, ગૌપાલક, ગૌપુત્ર, ગોવત્સ અને દરેક ગૌપ્રેમી દ્વારા આવેદન અપાશે

સમગ્ર કાર્યક્રમ ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત યોજાશે

પ્રધાન સંરક્ષક વેદલક્ષણા ગૌમાતા (આદ્યશકિતમાં સુરભી) તથા અધ્યક્ષ નંદીબાબા (નીલમણી વૃષભદેવ)ના પરમ આશીર્વાદ તથા ભારતીય પરંપરાના સમસ્ત આરાધ્ય દેવી દેવતાના આશીર્વાદથી ભારતીય પરંપરાના સમસ્ત આચાર્ય, સંત મહાપુરુષ, ગૌસંત, ગૌભકત, ગૌસેવક, ગૌપાલક, ગૌપુત્ર, ગોવત્સ અને દરેક ગૌપ્રેમી દ્વારા તા.07, મે, ગુરૂવારના રોજ ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે સમગ્ર રાજ્યમાં ગૌપ્રેમીઓ દ્વારા પોતપોતાના શહેર, ગામમાં, તાલુકાઓમાં વરિષ્ઠ અધિકારીશ્રીઓને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા તથા ગૌ હત્યા અટકાવવા અંગે સરકારશ્રી દ્વારા કડક કાયદો બનાવવા અંગેનું આવેદન પત્ર તથા ગૌમાતાને લગતી અનેક બાબતો અંગે જાણ કરવા માટે એક ગૌ સન્માન આહવાન અભિયાન શરૂ કરાયું છે.
ગૌ સન્માન આહવાન અભિયાન તથા ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા તથા ગૌ હત્યા અટકાવવા અંગે સરકારશ્રી દ્વારા કડક કાયદો બનાવવા અંગેના આવેદન પત્રમાં ગૌશાળા સંબધિત મુખ્ય વિનંતીઓમાં (1) ભારતના દરેક રાજ્યમાં યોગ્ય ઉપયુક્ત વન જમીન અથવા ગોયર જમીન પર ઓછામાં ઓછું એક ગૌ અભ્યારણ બનાવવું. (2) દરેક ગ્રામ પંચાયતમાં નિરાશ્રિત નર ગોવંશ માટે નંદી શાળા સ્થાપીત કરવી. (3) ગૌશાળાઓને મનરેગા યોજના સાથે જોડવી જોઈએ, જેથી ગૌશાળામાં કામ કરતા લોકોને મનરેગામાંથી 100 દિવસનો ગોવાળ વેતન મળે અને મનરેગા યોજના હેઠળ ગૌશાળાઓમાં બાંધકામનું કામ હાથ ધરવામાં આવે.(4) દેશભરની ગૌશાળાઓને ચોક્કસ સંખ્યામાં મફત વીજળી યુનિટ ફાળવવા આવે અથવા ગોવંશ સંખ્યાના આયારે તેમના વીજળી બિલમાં ચોક્કસ ટકાવારી ડિસ્કાઉન્ટ આપવું. (5) સરકાર દ્વારા નિયંત્રિત મંદિરો જે મોટા દાન મેળવે છે તેમના માટે ગૌશાળા ચલાવવાનું ફરજિયાત કરવુ. (6) મહાનગરોમાં, મોટા રહેઠાણ વિસ્તારોમાં ગૌશાળાઓ માટે અલગ જગ્યા ફાળવવા માટે બિલ્ડરોને સૂચનાઓ આપવી જેથી ત્યાં રહેતા ગૌ પ્રેમીઓ ગૌ દર્શન અને ગો ગ્રાસ મેળવી શકે અને નિરાશ્રિત ગોવંશ ને આશ્રય મળી શકે. (7) સરકારે એવી જગ્યા પૂરી પાડવી જ્યાં ગાયના મૃતદેહનો યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરી શકાય અને (સમાધિ) માટે યોગ્ય વ્યવસ્થા થાય જેથી ગાયના મૃતદેહનું અપમાન ન થાય.
(કાનૂન સંબંધીત મુખ્ય વિનંતીઓમાં) (1) ગૌ હત્યારાઓ અને ગૌ તસ્કરીમાં જોડાયેલ ગુનેગારો માટે આજીવન કેદ જેવી કઠોર સજાની જોગવાઇ થાય. (2) ગૌ તસ્કરીમાં વપરાતા વાહનો જપ્ત થયા પછી જામીન ન થવા જોઈએ, તેમને કાયમ માટે જપ્ત કરવા તેની હરાજી કરવી અથવા ગૌશાળાઓના ઉપયોગ માટે સોંપવા . (3) કંપનીઓ માટે તેમના CSR ભંડોળમાંથી ચોક્કસ રકમ ગો સેવા પ્રવૃત્તિઓ પર ખર્ચ કરવા માટે ફરજિયાત કરવામાં આવે. (4) સિંગલ-યુઝ પોલીથીન કેરી બેગના ઉપયોગ પર સખત પ્રતિબંધ મૂકવો અથવા ઉપયોગ પછી તેનો યોગ્ય રીતે નિકાલ કરવો . (5) પશુ મેળાના નામે ગેરકાયદેસર ગૌ તસ્કરીને રોકવા માટે કેન્દ્રીય કાયદો ઘડવો.
(ગૌ ચિકિત્સાલય અને વિધાલય સંબંધિત મુખ્ય વિનંતીઓ) (1) જિલ્લા સ્તરે અલગથી પંચગવ્ય ચિકિત્સાલય સ્થાપિત કરવી. (2) વિધાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં તાજું ગાયનું દૂધ અથવા ગાયના દૂધનો પાવડર શામેલ કરવો. (3) સંસ્કૃત કોલેજોમાં ગૌ સેવા પ્રકલ્પ ફરજિયાત કરવામાં આવે. (4) સરકારી અને બિન-સરકારી શાળાઓ અને કોલેજોમાં દેશી ગાય ના આર્થિક, વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ પરના વિષયો ફરજિયાત કરવામાં આવે. (5) હાઇવે પર ગૌ અકસ્માતોને નિયંત્રિત કરવા માટે પગલાં લેવા . ધાયલ ગોવંશ ને તાત્કાલિક સારવાર આપવા માટે દર 50 કિ.મી. અથવા દરેક ટોલ પ્લાઝા પર ગાય વાહિની એમ્બ્યુલન્સ અને ગૌ ચિકિત્સાકર્મી તૈનાત કરવા અને દર 150-200 કિ.મી. પર ગૌ ચિકિત્સાલય સ્થાપિત કરવી જેવા અનેક મુદ્દાઓ પર પરિણામલક્ષી આવેદન આપવામાં આવશે.
ગો સમ્માન આહ્વાન અભિયાન મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર અને દેશની દરેક રાજ્ય સરકાર રાષ્ટ્ર અને ભારતીય સંસ્કૃતિના હિતમાં સંવિધાનના નિયમોમાં રહીને અહિસક રીતે પ્રાર્થના કરી સંપૂર્ણ ભારતીય દેશી ગોવંશ ને રાષ્ટ્ર સ્તરીય સમ્માન પ્રદાન કરાવવું. (1) ભારતમાં ગો હત્યા પર પૂર્ણતઃ પ્રતિબંધ થાય/ગો હત્યા પૂર્ણતઃ બંધ થાય. (જેનાથી દેશી ગો પૂર્ણતઃ સુરક્ષિત થાય) (2) ગો માતા ને રાષ્ટ્રમાતા, રાષ્ટ્ર દેવ, રાષ્ટ્ર ધરોહર, રાષ્ટ્ર આરાધ્ય અથવા રાષ્ટ્ર આધારનું સમ્માનિત પદ પ્રદાન કરે (દેશી ગી નંદી ને સમ્માન મળે) (3) ગૌસેવા માટે કેન્દ્રીય કાનૂન લાગુ થાય અને કેન્દ્રીય ગો સેવા મંત્રાલય બને (જેનાથી સંપૂર્ણ ભારતવર્ષમાં ગોવંશ ની સમાન રીતે સેવા થઇ શકે) (4) ગોચર બોર્ડ બને, ચારા નીતિ સુરક્ષિત થાય, ગો આધારિત કૃષિ સુનિશ્ચિત થાય, વેદલક્ષણા ગોવંશ થી પ્રાપ્ત પંચગવ્ય ઉત્પાદનોનું નિર્માણ અને વિપણન વધે.
27 એપ્રિલે આયોજિત “ગૌ-સન્માન આહ્વાન અભિયાન” એક વ્યાપક જનજાગૃતિ પહેલ તરીકે સફળતાપૂર્વક પૂર્ણ થયું, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ગૌસેવા, સંરક્ષણ અને કરુણાની ભાવનાને મજબૂત બનાવવાનો હતો. આ અભિયાન દ્વારા લોકો સુધી એ સંદેશ પહોંચાડવામાં આવ્યો કે ગાય માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક નથી, પરંતુ પર્યાવરણ, કૃષિ અને માનવ જીવન સાથે ગાઢ રીતે જોડાયેલું એક મહત્વપૂર્ણ તત્વ છે. અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો એ છે કે ગૌમાતાના સંરક્ષણ, પાલન અને સંવર્ધન માટે યોગ્ય સંશોધન તથા અનુદાન ઉપલબ્ધ કરાવવું આજના સમયની અગત્યની જરૂરિયાત છે. આ આંદોલન દ્વારા સમગ્ર ભારતમાં ગૌહત્યાને કાયમી રીતે પ્રતિબંધિત કરવાની અને ગૌમાતાને મૂળભૂત અધિકારો આપવાની જોરદાર માંગ કરવામાં આવી રહી છે. ઘણા સ્થળોએ રેલીઓ, સભાઓ અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. “ગૌ-સન્માન આહ્વાન અભિયાન” એ સ્પષ્ટ કર્યું કે જો સમાજ એકજૂટ થઈને કાર્ય કરે, તો ગૌસેવા જેવા કાર્ય મોટા પાયે સફળ બની શકે છે. આ અભિયાનમાં લાખો લોકો જોડાયા હતા.
આ અભિયાન અંતર્ગત દેશના વિવિધ રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે ગૌપ્રેમીજન દ્વારા શાંતિપૂર્ણ કાર્યક્રમો, જનજાગૃતિ અભિયાન, સંકીર્તન યાત્રા, પ્રાર્થના સભા અને ગૌ સંવાદ મિટિંગો યોજાઈ રહી છે. ખાસ કરીને યુવા શક્તિને જોડવા માટે ડિજિટલ પ્લેટફોર્મ, વેબિનાર, સોશિયલ મીડિયા અભિયાન અને શિક્ષણ સંસ્થાઓમાં જાગૃતિ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે ગૌશાળા સંવર્ધન, ગૌચર જમીન સંરક્ષણ, દેશી જાતિના પશુઓના સંવર્ધન અને ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્તરે માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવી રહ્યો છે.
ગૌ સેવા અને ગૌરક્ષા દ્વારા રાષ્ટ્ર અને સંસ્કૃતિનું રક્ષણ કરવાના આ નિઃસ્વાર્થ અને પવિત્ર અભિયાનમાં જોડાવા માટે રાજ્યની ગૌપ્રેમી જનતાને મો. 90677 77323 પર મિસકોલ કરી આ અભિયાનનો ભાગ બનવા ગૌપ્રેમીઓ દ્વારા વિનંતીકરાઈ છે.
આ અભિયાન માટે કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવશે નહીં.
જો કોઈ આ અભિયાનના નામે દાન માંગે છે તો કૃપા કરીને 8239711008 પર WhatsApp દ્વારા ફરિયાદ કરો. વધુ માહિતી માટે અભિયાનની વેબસાઇટ https://www.gausamman.cloud પર મુલાકાત કરો.
રાજકોટમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંગેની વિશેષ માહિતી માટે મો.નં. 97252 19761 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *