અનુભાઈ દેવરાજભાઈ તેજાણીના સહયોગથી બુઢણા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું કામ ચાલુ
સિહોર તાલુકાના ભાવનગર ગામે ખેતી અને પશુપાલન માટે પાણીની સમસ્યાના કાયમી ઉકેલ લાવવાના ઉમદા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં દાતાશ્રી અનુભાઈ દેવરાજભાઈ તેજાણી દ્વારા સવિશેષ સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 9315 + સ્ટ્રક્ચર તૈયાર થઈ ચૂકેલ છે. અને તેનાથી અસંખ્ય ખેડૂતો , સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 1,11,111 ચેકડેમનો સંકલ્પ કરેલ છે.
ગીરગંગા ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ પાણીના મહત્વ વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “પાણી એ જ જીવતરનો આધાર છે. જો આપણે આજે પાણીનો સંગ્રહ નહીં કરીએ, તો આવનારી પેઢીને મોટી મુશ્કેલી પડશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને અનુભાઈ તેજાણીના સહયોગથી જે આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, તેનાથી ગામના ભૂગર્ભ જળ ઉંચા આવશે અને ખેડૂતોને સીધો ફાયદો થશે.”
આ મીટીંગમાં હાજર સરપંચશ્રી ધીરુભાઈ પરમાર, માજી સરપંચશ્રી ભાયાજીભાઈ, ઉદ્યોગપતિ નેમુભાઈ વિરજીભાઈ ધામેલીયા, નેમુભાઈ જુઠાભાઈ બેલડીયા, પાટીદાર સમાજ બુંઢણાના પ્રમુખ કિશોરભાઈ આંબાભાઈ બેલડીયા, બાબુભાઈ વિરજીભાઈ મુંજપરા, ધનશ્યામભાઈ જીવરાજભાઈ ડોંડા, ડો.અનીલભાઇ વઘાસીયા, હિમંતભાઈ ગાંગજીભાઈ બેલડીયા, ભુપતભાઈ ડોંડા, ગોરધનભાઇ ધામેલીયા, શંભુજીભાઈ રાણજી ચોહાણ, ભગવાનજીભાઈ ડોંડા, પરેશભાઈં લશકરભાઇ બેલડીયા , દેવરાજભાઇ.રા બેલડીયા, વિનુભાઈ સુતરીયા -હરીભા ડેરી ફાર્મ બુઢણા, ઉદ્યોગપતિ ધીરુભાઈ પોપટભાઈ તેજાણી, અકબરખા બલોસખા, જીતુભાઈ તેજાણી, જીવરાજભાઈ તેજાણી, અને આજુબાજુના20 ગામના સરપંચશ્રી વગેરે લોકો હાજર રહયા હતા.











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































