સદભાવના વૃદ્ધાશ્રમને નિ:સંતાન, નિરાધાર માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી […]

આચાર્ય લોકેશજીએ નવનિર્મિત “હેવનલી એન્જલ્સ ચિલ્ડ્રન હોમ”નું ઉદઘાટન કર્યું.

ડીબીસી ટ્રસ્ટ દ્વારા દોરાહા હેવનલી પેલેસ ખાતે નવનિર્મિત “હેવનલી એન્જલ્સ ચિલ્ડ્રન હોમ”નું ઉદ્ઘાટન આદરણીય જૈન આચાર્ય ડૉ. લોકેશ મુનિજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન અનિલ મોંગા, ઉપપ્રમુખ કાયલ મોંગા, શ્રીમતી રજની મોંગા, પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી ડો. સરદારાસિંહ જોહલ, વહીવટી અધિકારી ડો. તનુ જૈન ઉપસ્થિત રહ્યા હતા. અહિંસા વિશ્વ […]

નવરાત્રીનાં ગરબાનો સદુપયોગ ચકલીનાં માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલ

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ હોય છે. માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીનો માળો બનાવી […]

જૈન આચાર્ય લોકેશજીએ યુનો ખાતેની આંતરરાષ્ટ્રીય પરિષદમાં બાળકો અને મહિલાઓ સાથે અસંસ્કારી વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં જૈન આચાર્ય લોકેશજીએ બાળકો અને મહિલાઓ સાથે અસંસ્કારી વર્તનનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ. ‘યુએન પરમેનન્ટ મિશન અને કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ’ દ્વારા આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’માં ભાગ લેનારા વૈશ્વિક પ્રતિનિધિઓને સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરતાં તેમણે કહ્યું કે આપણે બધાએ સાથે આવીને નિર્દોષ લોકોની […]

ચક્ષુદાન મહાદાન

આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા અપારદર્શક બને છે યાને ફૂલુ પડે છે. તેથી આવી વ્યકિત જોવા અસમર્થ બનતા અંધ થાય છે. આમ અપારદર્શક થયેલ કોર્નિયાની જગ્યાએ મૃતકની કાર્યક્ષમ કોર્નિયા બેસાડવાથી દૃષ્ટિ મળે છે. ૨૫% અંધત્વ કીકીના રોગને […]

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોઈ ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરે તો તેમના નામનું વૃક્ષ નિ:શુલ્ક વાવવામાં આવશે

સદભાવના વૃદ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં 10 જિલ્લાઓમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયો છે. આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં 20 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું […]

રોગ અનુસાર દેસી ગાયના ઘીનો ઉપયોગ

દેશી ગાયના ઘીના વિવિધ ઉપયોગ પ્રાચીન સમયથી દર્શાવવામાં આવ્યા છે. જ્યાં કદાચ એલોપેથી દવાનો ઉપયોગ પણ નિષ્ફળ નીવડે ત્યાં દેશી ગાયનું ઘી અવશ્ય કામ કરે છે અને રોગનું ચોક્કસ નિદાન કરે છે. ગાયનું ઘી નાકમાં નાખવાથી કોઈપણ પ્રકારની એલર્જી પણ દૂર કરી શકે છે.ગાયના ઘીને નાકમાં નાખવાથી લકવા રોગનું નિદાન થાય છે. 20 થી 25 […]

10 ઓક્ટોબર, “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ”

“વિશ્વ આરોગ્ય સંસ્થા” તેમજ “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ”નાં સંયુક્ત ઉપક્રમે 1992 થી દર વર્ષે 10-ઓક્ટોબરનાં દિવસને “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ જનજાગૃતીનાં કાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. આજે જયારે આપણે કોરોના જેવી મહામારીનો ભોગ બની રહ્યા છીએ ત્યારે સ્વાસ્થ્ય જાળવવું એ […]

ગૌ નીતિ ઓર્ગેનિક્સ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, જી.ઓ.જી – એ.એમ.એ સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ, જહાંગીર કામા- એ.એમ.એ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ ફાર્મ મેનેજમેન્ટ દ્વારા સેમિનારનું આયોજન

ગૌ નીતિ ઓર્ગેનિક્સ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, જી.ઓ.જી – એ.એમ.એ સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ, જહાંગીર કામા- એ.એમ.એ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ ફાર્મ મેનેજમેન્ટ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.  આ સેમીનારમાં ભારતીય ગાયનાં દૂધ પીવાના ફાયદા વિષે આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની માર્ગદર્શન આપશે. આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર (ગુજરાત)નાં સ્થાપક, આયુર્વેદ ચિકિત્સક, પંચકર્મ ફેકલ્ટી, […]

ઉંદર પકડવા વપરાશમાં લેવામાં આવતા ગ્લુટ્રેપના વેંચાણ અને ઉત્પાદન અંગે પ્રતિબંધ લગાડવા અંગે રાજય સ૨કા૨નો હકારાત્મક પ્રતિભાવ

રાજયનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બોલી ન શકતા પ્રાણીઓ વતી, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય સદસ્ય, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં મેમ્બર, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડમાં માનદ સદસ્ય મિતલ ખેતાણી અને એનીમલ વેલફેર બોર્ડનાં માનદ પશુ કલ્યાણ અઘીકારી પ્રતિક સંઘાણી દ્વારા રાજયમાં ઉંદર મારવામાં વપરાશમાં લેવામાં આવતા […]