એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલન યોજાયું.જગતના સર્વ જીવોને પોતાનું જીવન પ્યારું છે. પોતાનું જીવન વ્હાલું છે માટે જીવદયા મહાન છે. – પ. પૂ. જે.પી ગુરુદેવજી.ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું.કીડીનું દર પૂરવા લોકો નીકળતા હોય, ગાયને, કૂતરાને રોટલી આપવી એ આપણી સંસ્કૃતિ છે. – ભુપેન્દ્રભાઈ પટેલ.ઉત્તમ જીવદયાની પ્રવૃત્તિ કરનાર એનીમલ હેલ્પલાઈનનાં સંચાલકોને અભિવાદન – રાઘવજીભાઈ પટેલ
છેલ્લા 19 વર્ષોથી સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા, જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન રાજકોટમાં કાર્યરત છે. એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન, જીવદયા શ્રેષ્ઠીઓનું ઋણ સ્વીકાર અને એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. […]