સદભાવના વૃદ્ધાશ્રમને વધારે માવતરનો સમાવેશ થઇ શકે તે માટે મોટું બિલ્ડીંગ નિ:શુલ્ક અથવા ભાડે જોઈએ છે

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી […]

જીવદયા – ગૌ સેવાનાં ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓને જોડાવા કરુણા ફાઉન્ડેશન, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા અપીલ

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન – રાજકોટ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, રાજકોટમાં અન્ય સ્થળોએ પણ વધુ નિઃશુલ્ક, ટોક્નદરે પશુ દવાખાનાઓ અને હોસ્પિટલ, વધુ નિઃશુલ્ક ટોકનદરે પશુ- પક્ષીઓ સારવાર એમ્બ્યુલન્સ, પશુ-પક્ષી આશ્રય સ્થાન (શેલ્ટર), ગૌશાળા-પાંજરાપોળ, અબોલ જીવોનાં અન્નક્ષેત્રની તાતી જરૂરિયાત છે, અત્યારે અમારાં સહિત અનેક સંસ્થાઓ આ ક્ષેત્રે કામ કરે જ છે, પરંતુ અપૂરતા […]

1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, “’વિશ્વ સ્તનપાન સપ્તાહ”

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ મનાવવામાં આવે છે. દુનિયાભરમાં શિશુઓનાં આરોગ્યમાં સુધારા અને સ્તનપાનને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આ સપ્તાહ મનાવાય છે. માતાનું દૂધ એક સંપૂર્ણ આહાર છે, જેમાં બાળકની જરૂરિયાતના તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય છે. જેને શિશુ સરળતાથી પચાવી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને પણ […]

આઈ. એમ. એ ગુજરાત સ્ટેટ બ્રાંચ (IMA GSB), સ્ટેટ ઓર્ગન ટીશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) અને ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા આયોજિત અંગદાન મહોત્સવમાં ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને હસ્તે સન્માન

આઈ. એમ. એ ગુજરાત સ્ટેટ બ્રાંચ (IMA GSB), સ્ટેટ ઓર્ગન ટીશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) અને ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા અંગદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ડૉ. કેતન દેસાઈ, ભારતીય ક્રિકેટર જશપ્રીત બુમરાહ મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી […]

વાવો ભાઈ વાવો હવે તો એક વડ નું વૃક્ષ જરૂર વાવો

ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અજોડ છે. આપણે માનીએ છીએ કે જીવજંતુ, તંતુ, વૃક્ષ વિગેરેમાં પરમાત્માનો વાસ છે. તેની રક્ષા અને નૈસર્ગિક સંતુલન બનાવી રાખવા માટે પશુપક્ષીઓને ઈશ્વરના વાહન તરીકે સ્થાન આપીને તેની રક્ષા કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વૃક્ષોને પણ ભારતીય સંસ્કૃતિમાં અનેરું સ્થાન આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ વૃક્ષ બચાવ, વૃક્ષ ઉછેર […]

30 જુલાઈએ ગવ્યવેદ દ્વારા ‘ગૌ વિજ્ઞાન પરીક્ષા’નું આયોજન

ગાય ભારતની સંસ્કૃતિનો આધાર છે. ગાયનું પંચગવ્ય વિવિધ ઉપયોગમાં આવે છે. ગૌ આધારિત ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પણ થઇ છે. એવા સમયે દરેક વિદ્યાર્થીને ગાયનાં મહત્વ વિષે જાણકારી મળે એ હેતુથી ગવ્યવેદ દ્વારા ‘ગૌ વિજ્ઞાન પરીક્ષા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગાયનાં દુધમાં સોનેરી તત્વો મળી આવે છે જે રોગો ની ક્ષમતા તાકાત નો નાશ કરી નાખે […]

૨૯ જુલાઈ, “વિશ્વ વાઘ દિવસ”

વિશ્વભરમાં ૨૯ જુલાઈનાં દિવસે “વિશ્વ વાઘ દિવસ” મનાવવામાં આવે  છે. વાઘ ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી અથવા પેન્થેરા ટાઈગ્રીસ વગેરે)નાં પરિવારનો એક સભ્ય છે. તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. વાધોની ઘટતી સંખ્યા તેમજ તેના સંરક્ષણ માટેની જાગૃતતા ફેલાવાનાં હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો નિર્ણય વર્ષ […]

જી.એલ.એસ યુનિવર્સિટી, ફેકલ્ટી ઑફ લૉ, એન્વાયરમેન્ટ લૉ ક્લિનિક ડબલ્યુ.આઈ.સી.સી.આઈ નેશનલ ડિઝાઇન કાઉન્સિલના સહયોગથી “PAWsitivity: એમ્પ્લીફાઇંગ ધ વૉઇસ ફોર ધ વૉઇસલેસ” પર એક રાષ્ટ્રીય વેબિનારનું આયોજન

જીવદયા – એનીમલ વેલ્ફેર વિષય પર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન જી.એલ.એસ યુનિવર્સિટી, ફેકલ્ટી ઑફ લૉ, એન્વાયરમેન્ટ લૉ ક્લિનિક ડબલ્યુ.આઈ.સી.સી.આઈ નેશનલ ડિઝાઇન કાઉન્સિલના સહયોગથી “PAWsitivity: એમ્પ્લીફાઇંગ ધ વૉઇસ ફોર ધ વૉઇસલેસ” પર એક રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વેબિનારમાં જીએલએસ યુનિવર્સિટીનાં પ્રમુખ ડો. સુધીર નાણાવટી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ડબલ્યુ.આઈ.સી.સી.આઈ ડિઝાઇન કાઉન્સિલનાં પ્રમુખ ડૉ. ચાંદની કાપડિયા […]

પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન ની ૧૯ વર્ષની જીવદયા યાત્રા ૧૧ એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૯ લાખ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર  નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, વેરાવળ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં […]

ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?

1.       ભારતની ગાયના, દૂધ, દહીં, ઘીનો જ ઉપયોગ કરીએ 2.      પંચગવ્યથી નિર્મિત દવાઓનો ઉપયોગ કરીએ 3.      ગૌ આધારીત જૈવિક ખેતી અપનાવીએ 4.      ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ 5.      એક પરીવાર થકી એક ગાયનું પાલન-પોષણ કરીએ 6.      ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ 7.      ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ 8.      ગૌ સારવાર કેન્દ્રો હોસ્પીટલને મદદરૂપ થઈએ 9.      માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલનિધિ આપીએ 10.   જન્મદિવસ, લગ્ન […]