“ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પહેલ”: GCCI દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન બેઠક

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ ગૌ કેન્દ્રિત સાશ્વત, સમન્વિત અને સર્વસમાવેશક વિકાસને સતત પ્રોત્સાહન આપે છે. GCCI ગૌ આધારિત અર્થવ્યવસ્થા માટે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સમુદાયો, આધ્યાત્મિક આગેવાનો અને ઉદ્યોગસાહસિકોને એકત્ર કરીને સામાજિક-આર્થિક સમૃદ્ધિ, પર્યાવરણીય સુખાકારી અને આધ્યાત્મિક જાગૃતિ માટે કાર્ય કરે છે. GCCI દ્વારા યુવા અને મહિલા ગૌ આધારિત ઉદ્યોગ સાહસિકોને પર્યાવરણ સાનુકૂળ […]

ઋગ્વેદ અનુસાર ખેતરમાં ઉગતા અનાજમાં કોનો કેટલો ભાગ ?

ભારત દેશમાં પશુ, પક્ષી, પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે શ્વાન, સરસ્વતી માટે મોર, જગદંબાનું વાહન સિંહ, મા દુર્ગા માટે વાઘ, દેવી લક્ષ્‍મી માટે ઘુવડ, વૈષ્ણવી માતા માટે ગરૂડ, માતા મહેશ્વરી માટે નંદી, ગંગા માતાનું વાહન મકર, દેવી ઇન્દ્રાણી માટે હાથી, મા ઘુમાવતી માટે કાગડૉ અને બહુચરા માતાનું વાહન કુકડો છે. રામ […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ આયોજિત “પ્રાકૃતિક કૃષિ સંમેલન” માંપ્રફુલભાઈ સેંજલિયા દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે યોજાનાર સેવા પખવાડીયાના પાવન અવસરનાં ભાગરૂપે પ્રાકૃતિક ખેતીના આગેવાનોનો સહભાગ અને ગૌપૂજનનો કાર્યક્રમ યોજાયો. કિશાન ગૌશાળા દ્વારા “પ્રાકૃતિક કૃષિ સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રફુલભાઈ સેંજલિયા દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન […]

કોર્પોરેટ ટ્રેનર મનોજભાઈ કલ્યાણી દ્વારા ઓનલાઈન ટાઈમ મેનેજમેન્ટ અને ડિજિટલ વેલબીઇંગ સેશનનું આયોજન, કરુણા ફાઉન્ડેશનના ઓનલાઈન તમામ પ્લેટફોર્મ પર તા.4 ઓકટોબર, શનીવારના રોજ સાંજે 05:00 વાગ્યેથી વિશિષ્ટ માર્ગદર્શન

કરુણા ફાઉન્ડેશન દ્વારા મનોજભાઇ કલ્યાણીના ટાઇમ મેનેજમેન્ટ અને ડિજિટલ વેલબીઇંગ વિષય પર ઓનલાઇન મોટિવેશનલ સેમિનારનું આયોજન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મનોજભાઇ કલ્યાણીના ઓનલાઇન ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર તા. 4 ઓક્ટોબર શનિવાર 2025ના રોજ સાંજે 5:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર યોજાશે, જેનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં […]

29 સપ્ટેમ્બર, “વર્લ્ડ હાર્ટ ડે”

શુદ્ધ આહાર બરાબર સ્વસ્થ હ્રદય દર વર્ષે 29 સપ્ટેમ્બરે “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે. હૃદયનાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત સૌથી પહેલા વર્ષ 2000માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે “વિશ્વ હ્રદય દિવસ” સપ્ટેમ્બર મહિનાનાં છેલ્લા […]

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.27સપ્ટેમ્બર, શનિવાર 2025 ના રોજ દિવ્યાંગ મૂંગા-બધિર બાળકો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વર્ષોથી દિવ્યાંગ મૂંગા-બધિર બાળકોના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે અવિરત સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. સંસ્થા બાળકોને […]

મોરારિબાપુ દ્વારા બરસાનામાં ચાલતી રામકથામાં અનુરોધ થયો કે, એક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને શક્ય હોય તો એક ગાય પાળે.

મોરારિબાપુની રામકથા માત્ર પ્રવચન ન બને તેની ચોક્કસ કાળજી રાખવામાં આવે છે અને સામાજિક ચેતના અને ક્રાંતિ કરનાર બને છે. મોરારી બાપુએ જણાવ્યું કે કલિયુગનો પ્રભાવ ચારે તરફ છે, પરંતુ વ્રજભૂમિ તેની અસરથી અછૂતી છે. તેમણે કહ્યું કે શ્રીકૃષ્ણ ક્યારેય બ્રજ છોડતા નથી અને હંમેશા અહીં વસે છે. બાપુએ શ્રીરાધાની મહિમાનો વર્ણન કરતાં જણાવ્યું કે […]

GCCI દ્વારા તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરની ઑનલાઇન બેઠકનું આયોજન.

ગૌ સેવાના કાર્યો માં રસ ધરાવતા યુવાનો, મહિલાઓ,ગૌ સેવકો,ગૌ પાલકો, ખેડૂતોને GCCI દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) સેકશન 08 કંપની છે. જે ગૌ કેન્દ્રિત સાશ્વત, સમન્વિત અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપે છે. GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા માટે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સમુદાયો, આધ્યાત્મિક આગેવાનો અને ઉદ્યોગસાહસિકોને એકત્ર […]

પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર દ્વારા ધાર્મિક પ્રસંગોનું આયોજન તથા સ્નેહમીલન, પરીવારજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ

પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા પૂજય પાવન શ્રી ડુંગરબાપા, ગોરધનદાદા તથા કુળદેવી શ્રી ભવાનીમાં મંદિર રાણપુર (નવાગામ) મુકામે વિવિધ પ્રસંગોનું આયોજન કરેલ છે. જેના અંતર્ગત આસો શુદ–૮ (આઠમાં નોરતે) તા. 29/09/2025, સોમવારના રોજ સાંજે 5-00 થી 7-00 કલાકે રાણપુર ગામની બાળાઓને રાસ લેવડાવવાના છે તો આ પ્રસંગે પરિવારને લાભ લેવા આમંત્રણ છે. આ પ્રસંગે […]

“ગાંધી જયંતી” તથા “વિશ્વ પ્રાણી દિવસ” નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

સમગ્ર વિશ્વ આગામી તા.02/10/2025, ગુરૂવારનાં રોજ ‘ગાંધી જયંતી’ તથા તા. 04/10/2025 ને શનીવારનાં રોજ ‘વિશ્વ પ્રાણી દિવસ’ (વર્લ્ડ એનીમલ ડે) તરીકે ઉજવણી કરાશે. પ્રાણીનાં સંરક્ષણ, હકક માટેનો આ વિશ્વવ્યાપી દિવસ ગણવામાં આવે છે. આ પર્વ નિમીતે સમગ્ર ગુજરાતમાં કતલખાના, ઈંડા, માંસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ […]