11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ” 

ભારત દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”ની ઉજવણી ભારતનાં પ્રથમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિની ઉજવણી માટે કરે છે. મૌલાના આઝાદનો જન્મ 11 નવેમ્બર, 1888નાં રોજ થયો હતો. આઝાદી પછી 1952માં મૌલાના આઝાદ ઉત્તર પ્રદેશનાં  રામપુર જિલ્લામાંથી સાંસદ તરીકે ચૂંટાયા અને ભારતનાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા. આઈઆઈટી ખડગપુરની પ્રથમ ભારતીય […]

જેના ઘેર તુલસીને ગાય તેને ઘેર વૈદ્ય ન જાય

કામધેનું એટલે ઈચ્છા પૂરી કરનારી ગાયમાતા. કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે ગાય. કામધેનુ એ સમુદ્રમંથન વખતે નીકળેલાં ચૌદ રત્નમાંનું એક રત્ન છે, જેનામાં કલ્પવૃક્ષની જેમ યાચકની સર્વ ઈચ્છા પૂરી કરવાની શક્તિ હતી. જેમ દેવોમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે તેમ ગાયમાં કામધેનું શ્રેષ્ઠ છે. કામધેનું ગાયની પુત્રી નંદિની પણ તેની માફક વરદાયિની છે. પુરાણો […]

ઉત્તર પ્રદેશમાં ગૌ સંવર્ધન માટે મળતી સબસીડીની રકમ રૂ. 30 ને બદલે રૂ. 50 કરાઈ.

યુપી સરકારે પશુપાલકોની જાળવણી માટે આપવામાં આવતી રકમમાં વધારો કર્યો છે. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે ઢોરઢાંખર પર લમ્પી વાયરસની ખરાબ અસર જોવા મળી છે. ચેપને કારણે ઘણા રાજ્યોમાં પશુધનને વ્યાપક નુકસાન થયું છે.  નિરાધાર પશુઓ અને ગાયોની સેવા કરતા તમામ પરિવારોને ગાયોની જાળવણી માટે દરરોજ રૂ. 30 પ્રતિ ગાયના દરે ખોરાક આપવામાં […]

પંચગવ્ય ડોક્ટર્સ એસોસિએશન અને પંચગવ્ય વિદ્યાપીઠ – કાંચીપુરમ દ્વારા 11 મી પંચગવ્ય કોન્ફરન્સનું આયોજન

પંચગવ્ય ડોક્ટર્સ એસોસિએશન અને પંચગવ્ય વિદ્યાપીઠ – કાંચીપુરમ દ્વારા 11 મી પંચગવ્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. પંચગવ્ય વિદ્યાપીઠ એ ભારતીય તબીબી પ્રણાલીને ભારતમાં પુનઃસ્થાપિત કરવા માટેની એક શૈક્ષણિક ચળવળ છે.  પંચગવ્ય વિદ્યાપીઠનાં પ્રયાસોને કારણે ખોવાયેલ “નાડી અને નાભિ વિજ્ઞાન” ફરી જીવંત થઈ રહ્યું છે. પંચગવ્ય વિદ્યાપીઠનો હેતુ છે કે ગાયોના સંવર્ધનથી યુવા પેઢીના મનમાં […]

માત્ર દૂધથી  જ નહીં પરંતુ છાણ અને ગૌમૂત્રમાંથી પણ ગૌપાલકો આર્થિક આવક વધારી શકે છે.

ભારતીય સમાજમાં ગાયને માતા કહેવાય છે. ગૌધનથી મોટું કોઈ ધન નથી. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ વગેરેથી ધનની વૃદ્ધિ થાય છે. ગાયો પવિત્ર હોય છે, એના શરીરને સ્પર્શ કરનારી હવા પણ પવિત્ર હોય છે. […]

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘સાત્વિક આહાર’  વેબીનાર શ્રેણીનું આયોજન

તૃતીય પુષ્પ તરીકે ‘ભોજન હી ભૈસજ – લોક ધાન્ય (મિલેટસ) ’ વિષય પર આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની માર્ગદર્શન આપશે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા ‘સાત્વિક આહાર’  વેબીનાર શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. વેબીનારમાં આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ‘ભોજન હી ભૈસજ – લોક ધાન્ય (મિલેટસ) ’ વિષય પર માર્ગદર્શન આપશે. આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ […]

સ્વસ્થ જીવન માટે મિલેટસનો ઉપયોગ અને પર્યાવરણ સુરક્ષા વિષય પર ત્રણ દિવસનાં ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન

સ્વસ્થ જીવન માટે મિલેટસનો ઉપયોગ અને પર્યાવરણ સુરક્ષા વિષય પર ત્રણ દિવસનાં ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં પદ્મશ્રી ડૉ. ખાદર વલી માર્ગદર્શન આપશે. પદ્મશ્રી ડૉ. ખાદર વલી મૈસૂરમાં રહેતા ખોરાક અને પોષણ નિષ્ણાંત છે. જેઓ ડાયાબિટીસ, હાઈપરટેન્શન, થાઈરોઈડ, હૃદય રોગ વગેરે જેવા જીવનશૈલીના રોગોને નિયંત્રિત કરવા માટે બાજરીના સેવનની હિમાયત કરે છે. […]

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 18 માં વેબીનારનું આયોજન

વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ, ગૌ આધારિત અર્થ વ્યવસ્થાના પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત કરે […]

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક મિત્તલ ખેતાણીને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે ‘સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરાયો.

શીલ-સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે જેઓ સમર્પિત છે, તેમને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સેવ કલ્ચર – સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતિની રક્ષા કરતા યુવાઓને ગુજરાત સાંસ્કૃતિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં મંત્રી મુળુભાઈ બેરા  અને સેવ કલ્ચર […]

સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ અનુકંપા’  પ્રોજેક્ટ હેઠળ 11 સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી.

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મુંબઈ ખાતે […]