ઈકો-ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાની પુજા અર્ચના સાથે ગણેશોત્સવ મનાવીએ

  •          ચલો ગાય કી ઔર, ચલો ગાંવ કી ઔર, ચલો પ્રકૃતિ કી ઔર” – ડૉ.વલ્લભભાઈ કથીરિયા ઘરમાં ભારતીય ગૌમાતાના ગોબરમાંથી બનાવેલા ગણપતિજીનું સ્થાપન કરી, પૂજન કરી, ગણપતિ ઉત્સવ મનાવીએ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન તેમજ GCCIના ફાઉન્ડર ચેરમેન શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા એ ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું […]

16 સપ્ટેમ્બર, “વર્લ્ડ ઓઝોન ડે” 

“વર્લ્ડ ઓઝોન ડે”ની ઉજવણી ઓઝોન સ્તરની જાળવણી અંગેની જાગૃતિ ફેલાવવા માટે થાય છે. પૃથ્વીથી લગભગ 30 કિમીની ઊંચાઈએ ઓઝોન ગેસનું એક પાતળું પડ હોય છે, જેને ઓઝોન લેયર (Ozone Layer) કહે છે. ઓઝોનનું આ પડ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોત્સર્ગને (Ultra Violate Rays) અવશોષિત કરે છે. જો આ રેડિએશન ધરતી પર સીધું જ પહોંચે તો તે મનુષ્ય સહિત […]

કોર્પોરેશનનાં નવા ચૂંટાયેલા પદાધિકારીઓનો જીવદયા પ્રેમીઓ દ્વારા ગોમય ગણેશજીની પ્રતિમા અર્પણ કરીને અભિવાદન કરાયું

રાજકોટના પ્રથમ નાગરિક, પારિવારિક સ્વજન, પ્રખર જીવદયા પ્રેમી મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, જીવદયા પ્રેમી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીનભાઇ ઠાકર,ગો સેવક ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,પ્રખર જીવદયા પ્રેમી અને મહાનગર પાલિકાનાં દંડક મનીષભાઈ રાડીયા, શાશક પક્ષનાં નેતા શ્રીમતી દેવુબહેન જાદવનું ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સદસ્ય મિત્તલ ખેતાણી, રાજકોટનાં જીવદયા જગતનાં મોભી અને પૂર્વ […]

14 સપ્ટેમ્બર, “વૃષભોત્સવ – પોલા”

આજે વૃષભ સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર સૂર્યની મેષ રાશિથી વૃષભ રાશિમાં થતું પરિવર્તન દર્શાવે છે. સંસ્કૃતમાં વૃષભ શબ્દનો અર્થ વૃષભ એટલે કે શિવજીનાં નંદી થાય છે. આ દિવસે વૃષભની પૂજા કરવી અને તેને યોગ્ય લોકોને દાન આપવું શુભ માનવામાં આવે છે. અથર્વ વેદમાં જણાવવામાં આવ્યું છે કે કિંમતી વૃષભમાં અપાર ક્ષમતા હોય […]

પવિત્ર પર્યુષણ નિમિત્તે સદભાવના બળદ આશ્રમ અને શ્વાન આશ્રમમાં દાન આપવા અપીલ

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બળદ આશ્રમ અને શ્વાન આશ્રમ ચલાવવામાં આવે છે. ગુજરાતના કોઈપણ ગામ-શહેર,  હાઈવે પર  બળદ  છુટા,  રખડતા,  લાચાર–બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં, અનાથ, નિરાધાર બળદોને સદભાવના બળદ આશ્રમ  દ્વારા આશરો અપાઈ રહ્યો છે. કોઈ નિરાધાર, નિરાશ્રીત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ-તરસ–બિમારીથી કમોતે મરતા ભવિષ્યમાં 10,000 જેટલા બળદોને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા નિઃશુલ્ક, આજીવન, આશરો આપવામાં આવશે. હાલમાં પણ 700 જેટલા બળદોને […]

ગાયોની સેવામાં સમર્પિત વિશ્વની સૌથી મોટી લોકપ્રિય ગૌ સેવા સંસ્થા ‘શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા લોક પુણ્યાર્થ ટ્રસ્ટ’ અને જી.સી.સી.આઇ. દ્વારા આયોજિત પંચગવ્ય – આયુર્વેદ ચિકિત્સા સેમિનાર

1,52,000 થી વધુ નિરાધાર વેદલક્ષણ ગાયોની સેવામાં સમર્પિત વિશ્વની સૌથી મોટી લોકપ્રિય ગૌ સેવા સંસ્થા શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા લોક પુણ્યાર્થ ટ્રસ્ટ અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા સંસ્થાનાં સ્થાપક પરમ પૂજનીય ગો ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજની પવિત્ર ઉપસ્થિતિમાં દેશના વરિષ્ઠ આયુર્વેદાચાર્યો અને પંચગવ્ય સાધકોના વિચારો અને અનુભવો સાંભળવા માટે […]

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 11 માં વેબીનારનું આયોજન

વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વ્યવસ્થાના પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત […]

પર્યુષણ મહાપર્વના પ્રારંભે “પર્યાવરણ દિવસ” નું આયોજન – આચાર્ય લોકેશજી

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીની ઉપસ્થિતિમાં પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસને ‘પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પર્યાવરણીય પ્રદૂષણ અને વૈચારિક પ્રદૂષણ બંને ખતરનાક છે. પર્યાવરણના પ્રદૂષણને કારણે આજે વાતાવરણમાં પરિવર્તનની સમસ્યા વધી છે, જેના કારણે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ અને અન્ય જગ્યાએ દુષ્કાળના કારણે ખેડૂતો નાખુશ છે અને […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ  હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા શરુ કરાયું વધુ એક નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર દવાખાનું

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 1664 જેટલા પશુઓની સારવાર અને 96 મેજર ઓપરેશન કરાયા             રાજકોટમાં છેલ્લા 19 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 19 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. […]

પવિત્ર પર્યુષણ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

 રાજકોટમાં છેલ્લા ૧૯ વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે, આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર શરૂ […]