શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.27સપ્ટેમ્બર, શનિવાર 2025 ના રોજ દિવ્યાંગ મૂંગા-બધિર બાળકો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વર્ષોથી દિવ્યાંગ મૂંગા-બધિર બાળકોના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે અવિરત સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. સંસ્થા બાળકોને […]

મોરારિબાપુ દ્વારા બરસાનામાં ચાલતી રામકથામાં અનુરોધ થયો કે, એક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને શક્ય હોય તો એક ગાય પાળે.

મોરારિબાપુની રામકથા માત્ર પ્રવચન ન બને તેની ચોક્કસ કાળજી રાખવામાં આવે છે અને સામાજિક ચેતના અને ક્રાંતિ કરનાર બને છે. મોરારી બાપુએ જણાવ્યું કે કલિયુગનો પ્રભાવ ચારે તરફ છે, પરંતુ વ્રજભૂમિ તેની અસરથી અછૂતી છે. તેમણે કહ્યું કે શ્રીકૃષ્ણ ક્યારેય બ્રજ છોડતા નથી અને હંમેશા અહીં વસે છે. બાપુએ શ્રીરાધાની મહિમાનો વર્ણન કરતાં જણાવ્યું કે […]

GCCI દ્વારા તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરની ઑનલાઇન બેઠકનું આયોજન.

ગૌ સેવાના કાર્યો માં રસ ધરાવતા યુવાનો, મહિલાઓ,ગૌ સેવકો,ગૌ પાલકો, ખેડૂતોને GCCI દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) સેકશન 08 કંપની છે. જે ગૌ કેન્દ્રિત સાશ્વત, સમન્વિત અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપે છે. GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા માટે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સમુદાયો, આધ્યાત્મિક આગેવાનો અને ઉદ્યોગસાહસિકોને એકત્ર […]

પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર દ્વારા ધાર્મિક પ્રસંગોનું આયોજન તથા સ્નેહમીલન, પરીવારજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ

પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા પૂજય પાવન શ્રી ડુંગરબાપા, ગોરધનદાદા તથા કુળદેવી શ્રી ભવાનીમાં મંદિર રાણપુર (નવાગામ) મુકામે વિવિધ પ્રસંગોનું આયોજન કરેલ છે. જેના અંતર્ગત આસો શુદ–૮ (આઠમાં નોરતે) તા. 29/09/2025, સોમવારના રોજ સાંજે 5-00 થી 7-00 કલાકે રાણપુર ગામની બાળાઓને રાસ લેવડાવવાના છે તો આ પ્રસંગે પરિવારને લાભ લેવા આમંત્રણ છે. આ પ્રસંગે […]

“ગાંધી જયંતી” તથા “વિશ્વ પ્રાણી દિવસ” નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

સમગ્ર વિશ્વ આગામી તા.02/10/2025, ગુરૂવારનાં રોજ ‘ગાંધી જયંતી’ તથા તા. 04/10/2025 ને શનીવારનાં રોજ ‘વિશ્વ પ્રાણી દિવસ’ (વર્લ્ડ એનીમલ ડે) તરીકે ઉજવણી કરાશે. પ્રાણીનાં સંરક્ષણ, હકક માટેનો આ વિશ્વવ્યાપી દિવસ ગણવામાં આવે છે. આ પર્વ નિમીતે સમગ્ર ગુજરાતમાં કતલખાના, ઈંડા, માંસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ […]

26 સપ્ટેમ્બર, “વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ”

પ્રકૃતિ, ઈશ્વરની પ્રતિકૃતિ જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ, જમીન અને જનાવર પર્યાપ્ત માત્રામાં હોય. આપણો દેશ […]

સંતો-મહંતોનાં વરદહસ્તે પ્રથમ નોરતેસાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાયું .

‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં  સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું થશે નિર્માણ. હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. અનેક જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે […]

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે નશામુક્તિ અને રક્તદાન શિબિરનું આયોજન

ધર્મ, આધ્યાત્મિકતા અને સામાજિક સેવા નો સમન્વય જ સમાજને ઉન્નત કરશે – આચાર્ય લોકેશજી. યોગ અને ધ્યાન દ્વારા નશાની લત પર વિજય મેળવી શકાય છે – પવન જિંદલજી. અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે “વિકસિત ભારત માટે નશામુક્ત યુવા” વિશેષ કાર્યક્રમ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પૂજ્ય આચાર્ય લોકેશ મુનિજીની ઉપસ્થિતિમાં […]

“સમસ્ત મહાજન”ના નવા કાર્યાલયનું મુંબઈ ખાતે બુધવારે ઉદ્ઘાટન

“સમસ્ત મહાજન” સંસ્થાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન તા.24 સપ્ટેમ્બર બુધવાર, 2025ના રોજ સાંજે 4:00 વાગ્યે, પ્રસાદ ચેમ્બર, ઓપેરા હાઉસ, મુંબઈ ખાતે થવા જઈ રહ્યું છે. ઉદ્ઘાટન સમારોહના પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પર્યાવરણ અને જળવાયુ તથા પશુપાલન મંત્રી, મહારાષ્ટ્રના શ્રીમતી પંકજાતાઈ મુંડેજી તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે મહારાષ્ટ્રના ગૃહનિર્માણ, પર્યટન અને કૌશલ્ય વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢા […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી જામનગર જિલ્લાના કાલાવડમાં મળશે વિશાળ જળ સંમેલન

જામનગરના સાંસદ પૂનમબેન માડમે ગીરગંગા પરિવાર કાર્યાલયની લીધી મુલાકાત જળ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજરી આપશે ગીરગંગા પરિવારને વધુ ત્રણ હિટાચી મશીનોનું લોકાર્પણ કરાશે જળસંચયના 1,11,111 સ્ટ્રક્ચરના નિર્માણ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને હરિયાળું બનાવવાની નેમ સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રાજકોટના કાલાવડ રોડ પરના કાર્યાલયની મુલાકાતે આવેલા જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના […]