કિશાન ગૌશાળા દ્વારા સંતો—મહંતોના હસ્તે રાજકોટ જીલ્લાની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા ગૌશાળા–પાંજરાપોળોના સંચાલકોનું સન્માન કાર્યક્રમ અને અનેક આગેવાનોને તેમજ સૌરાષ્ટ્ર કચ્છની તમામ ગૌપ્રેમી અને ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

કિશાન ગૌશાળા દ્વારા સંતો-મહંતોના હસ્તે રાજકોટ જીલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોનું ભરૂડીયા, તા. રાપર જી. કચ્છના એકલધામ આશ્રમના, દેવનાથબાપુના સાનીધ્યમાં સન્માન કાર્યક્રમનું તા.14, સપ્ટેમ્બર, રવીવારના રોજ સાંજે 04-00 કલાકેથી આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયે પધારનાર સૌ માટે ભોજન-પ્રસાદનું આયોજન કરાયું છે. ગાય આધારીત ગૌશાળામાં બનતી પ્રાકૃતિક ખેતી પ્રોડકટસનું લાઈવ બતાવવામાં […]

ડીસેમ્બરમાં રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’

જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચર બનાવવા સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ આયોજન કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ, ડો. ભરતભાઈ બોઘરા અને દિલીપભાઈ સખિયા સાથેની બેઠકમાં કથા માટે  ડો. કુમાર વિશ્વાસની સહમતી આગામી 15, 16 અને 17 ડીસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર જલકથાને લઈને ભારે ઉત્સાહ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો […]

ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર(ચ્છ), એન્કરવાલા અહિંસાધામ દ્વારા ”એક શામ ગૌમાતા કે નામ”  સુપરહીટ સદાબહાર ગીતોનો સથવારો મ્યુઝીક્લ નાઈટનું તા. 15, સપ્ટેમ્બરના રોજ આયોજન

સુપ્રસિધ્ધ કલાકાર અમિત જાધવ પોતાના સુમધુર કંઠ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ભારતભરમાં એક અજોડ જોવા જેવું 600 એકરમાં 10 લાખ વૃક્ષોનું નંદનવન બની રહ્યું છે. જે છેલ્લા 34 વર્ષથી જીવદયા તથા પર્યાવરણ પર કાર્ય કરતી અનોખી સંસ્થા તથા 2900 થી વધુ અબોલ, અશક્ત, અપંગ, નિરાધાર, પશુ-પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, […]

માં નવદુર્ગાની આરાધના કરવાનું દેશનું સૌથી મોટું પર્વ નવરાત્રી અને દશેરા નિમીતે કતલખાનાઓ બંધ રાખવા ગુજરાત સરકારને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

ભારત દેશનું સૌથી મોટું ધાર્મિક પર્વ એટલે કે માં નવદુર્ગાની આરાધના કરવાનું પર્વ નવરાત્રી અને તેના તરત પાછળ આવતો દશેરાનો પર્વ, જે સત્ય પર અસ્થ્યાનો વિજય, માતૃશક્તિની ઉપાસના અને સાત્વિકતાનો સંદેશ આપે છે. આ પર્વ દરમિયાન કરોડો ભક્તો ઉપવાસ, ભક્તિ, જગરણ, ભજન – કીર્તન તથા સામૂહિક ગરબા, ડાંડીયાના કાર્યક્રમોમાં જોડાઈ સમગ્ર વાતાવરણને પાવન અને પવિત્ર […]

10 સપ્ટેમ્બર, આત્મહત્યા નિવારણ દિવસ

આજે દિવસે દિવસે વધતા જતા તણાવને કારણે દુનિયાભરમાં આત્મહત્યાના કિસ્સા વધતા જઈ રહ્યા છે ત્યારે તેને રોકવા ખૂબ જ જરૂરી છે. આ માટે લોકોને જાગૃત કરવા માટેના ઉદ્દેશ્યથી દર વર્ષે 10 સપ્ટેમ્બરે ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ ઉજવવામાં આવે છે. આત્મહત્યા પાછળ હંમેશા મનોચિકિત્સક, સામાજીક, આર્થિક, પરિવારિક અને વ્યક્તિગત કારણ હોય છે. આત્મહત્યાને રોકવા કે આત્મહત્યાનાં […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ  હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેના દવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 14958 થી વધારે પશુઓની સારવાર અને 445 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

જૈન આચાર્ય લોકેશજીએ યવતમાલમાં મોરારી બાપુજીની રામકથાને સંબોધિત કર્યું

યવતમાલમાં દર્ડા પરિવાર દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપુની રામકથાના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા જૈન આચાર્ય લોકેશજીએ કહ્યું કે ભગવાન શ્રીરામ ભારતની અસ્મિતાના પ્રતિક છે, ભારતની આત્મા છે. તેમનું ઉજ્જવળ જીવનચરિત્ર દરેક પેઢી માટે પ્રેરણાદાયી છે. પૂજ્ય મોરારી બાપુએ શ્રીરામકથાના માધ્યમથી સમગ્ર ભારત સાથે વિશ્વભરમાં નૈતિક, ચારિત્રિક અને માનવીય મૂલ્યોને જગાડવાનું અદભુત કાર્ય કર્યું છે. તેમણે લાલ […]

 રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે, આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર શરૂ […]

મુંબઈ ના રમેશભાઈ પટેલ- ગમો પરિવારના આર્થીક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા લાપાસરી ગામે ચેકડેમનો જીર્ણોદ્ધાર.

1,11,111 જળસંચયના સ્ટ્રક્ચર ઊભા કરવા માટે દિવસ રાત કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં લાપાસરી ગામે ચેકડેમના જીર્ણોદ્ધારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.મુંબઈ સ્થિત શ્રી રમેશભાઈ પટેલ-ગમો પરિવાર દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આ એશ્વરિક કાર્યને ગતિ આપવા માટે પાંચ લાખ રૂપિયા અનુદાન આપવામાં આવેલ તેનાથી સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાએ એ જણાવેલ તમામ ધનરાશીનો […]

જયપુરમાં “ગૌ મહાકુંભ-2025” નો ભવ્ય શુભારંભ, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ એકત્ર

ગૌમાતાને અર્થવ્યવસ્થા સાથે જોડવાનો સારો પ્રયાસ – પૂર્વ રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમ ખાતે ગુરુવારે “ગૌ મહાકુંભ-2025” નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ મહોત્સવ 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. “ગૌ મહાકુંભ-2025” નાં મુખ્ય અતિથિ પૂર્વ રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંબોધનમાં તેમણે જણાવ્યું કે ગાયને ભારતીય […]