વિશ્વ પર્યાવરણ દિવસ એટલે ગૌ સંવર્ધન દ્વારાજળ, જમીન, જંગલ, જાનવર અને જનના યોગ્ય સંવર્ધનનો સંકલ્પ દિવસ
વૈજ્ઞાનિકોએ છેલ્લી શતાબ્દીમાં અનેક નવા આવિષ્કારો કર્યા છે. વિકાસની અનેક નવી દિશાઓ ખોલી છે. પણ સાથે સાથે તેનાં વિનાશક પરિણામોએ સમગ્ર માનવજાતની ઊંઘ પણ હરામ કરી દીધી છે. સમગ્ર વિશ્વ ઉપર પ્રદૂષણ રૂપી સંકટનાં વાદળો છવાયાં છે.જેણે માનવજાત જ નહીં સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે ખતરો ઊભો કર્યો છે. આજે સમગ્ર વિશ્વ સતત ભયના ઓથાર નીચે […]