જેતપુર ગોવિંદકુંજ હવેલી (કલ્યાણ રાયજી મહારાજ) ખાતે ઠાકોરજીના દર્શન અને પૂ.પુષ્પકલા બેટીજી સાથે આધ્યાત્મિક સત્સંગ

તાજેતરમાં જેતપુરના પ્રવાસ દરમ્યાન ડો.કથીરિયાએ ગોવિંદકુંજ હવેલી (કલ્યાણ રાયજી મહારાજ) ના પવિત્ર પરિસરમાં ઠાકોરજીના દર્શન – આરતી સાથે પુષ્પકલા બેટીજીનું આદરથી સન્માન કરવામાં આવ્યું હતું. અને ગૌ મહાત્મય વિષે વૈષ્ણવ સંપ્રદાયના યોગદાન અંગે આધ્યાત્મિક ચર્ચા – વિમર્શ કર્યો હતો. આ પ્રસંગે પરિસર સ્થિત ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.              ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-સેન્ટ્રીક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ના […]

નવનિયુક્તનબ હોદેદારો દ્વારા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોશીએશનના દરેક મેમ્બરો ને જળ સંચય કરવા ભવ્ય મીટીંગનું આયોજન.

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નવનીત પ્રમુખ અમૃતભાઈ ગઢીયા દ્વારા જળ સંચયના કાર્યને વધુમાં વધુ વેગ આપવા માટે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં વરસાદી પાણી માટે બોર રિચાર્જ તો કરવો જ જોઈએ પણ સાથે સાથે બારે મહિના દરેક લોકોને શુદ્ધ પાણી મળે તેના માટે વ્યક્તિદીઠ સામાન્ય રીતે ત્રણ થી પાંચ લીટર સ્ટોરેજ ના હિસાબે એક વ્યક્તિ દીઠ 1500 લીટર […]

પર્યાવરણ પ્રેમી પરસોતમભાઈ વેકરીયાએ પોતાના ઘરમાં આવતા તમામ પ્રસંગોમાં 511 વૃક્ષોનું વાવેતર કરીને પ્રસંગોની ઉજવણી કરી. સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતા પરસોતમભાઈ વેકરીયા પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર.

ખેડૂત પરીવારમાં ઉછરેલા, શીક્ષક પરસોતમભાઈ વેકરીયા તથા તેમના ધર્મપત્ની ભારતીબેન વેકરીયા પર્યાવરણ પ્રેમી છે, ઘણા વર્ષોથી સદભાવના વૃધ્ધાશ્રમની વૃક્ષારોપણની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. ઘણા વૃક્ષોનું વાવેતર કરી ચૂકયા છે, વૃક્ષો દતક પણ લઈ ચૂકયા છે. હાલમાં પરસોતમભાઈના નવા ઘરમાં ગૃહ પ્રવેશ નિમીતે તથા તેમના મોટા પુત્ર ડો. હાર્દિક વેકરીયા તથા ડો. નિધીબેન વેકરીયાને ત્યાં દિકરી […]

નવા વર્ષના આરંભે અબોલ જીવો માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનો અનોખો ઉપક્રમ અબોલ જીવોની સુખાકારી માટે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ સાથે નવા વર્ષે પ્રાર્થના કરવામાં આવશે

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન, નવું વર્ષ અનોખી રીતે વધાવશે, જ્યાં સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ સાથે અબોલ જીવોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં કલ્પેશભાઈ ભટ્ટ અને તેમના પરિવારનો વિશેષ યોગદાન મળ્યું છે. કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પલાઇન અબોલ જીવોના રક્ષણ અને સારવાર માટે છેલ્લા 21 વર્ષથી કાર્યરત છે. અબોલ જીવોનો આપણા જીવનમાં […]

શિયાળાની ઠંડીમાં ધાબળા અને ટોપી વિતરણ શરુ.

રાજકોટ, સિવિલ હોસ્પિટલ, એસ.ટી.બસ સ્ટેન્ડ, રેલ્વે, મેટોડા, શાપર, આજી તેમજ અનેક ઝૂંપડપટ્ટીઓમાં ખુલ્લા મેદાનમાં, ફૂટપાથ પર, સીમમાં ઓઢ્યા વગર સુતેલા હોય તેવા લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ફૂટપાથ પર સૂતેલા અને હાઇવે પર ઝૂપડા બાંધી રહેતા અનેક દરિદ્ર નારાયણો, બાળકો, વડીલો સૌ ને ઠંડીથી રાહત-રક્ષણ અપાવવાના ભાગરૂપે દાતા પરિવારના સહયોગથી વિના મૂલ્યે ધાબળા, ટોપીનું જે […]

10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ‘ગો સેવા ગતિવિધિ’ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા બોટાદ ખાતે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન

10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી જાન્યુઆરી મહિનામાં ‘ગો સેવા ગતિવિધિ’ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા બોટાદ ખાતે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સમગ્ર વિશ્વ અનેક બીમારીઓથી ગ્રસ્ત છે. દુનિયા માત્ર દવા પર જ નિર્ભર હોઈ તેમ ખોરાકની જેમ રોજ દવા લેતા અનેક લોકો આપણી નજર સામે આવે છે. સ્વાભાવિક છે દરેકને વિચાર આવે કે શું […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ ના આર્થિક સહયોગથી યાર્ડમાં બોરરીચાર્જ કરવામાં આવ્યા.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનના ભાગરૂપે A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ માં બોર રીચાર્જની શરૂઆત કરી.A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ ના ચેરમેન જયેશભાઈ બોઘરા એ જણાવેલ કે સરકાર દ્વારા પાણી નું મહત્વ વધારે આપવામાં આવે છે તો માનવ સાથે સૃષ્ટિ ના દરેક જીવનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોઈ તો વરસાદી શુદ્ધ પાણી નું યોગ્ય જતન કરવા […]

દૂરંદેશી વિઝનરી રાજનેતા, ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણકર્તા ડો. વલ્લભભાઈ કથીરિયા.

રાજકોટ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સંસદ સભ્ય ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ભારતના પૂર્વ વડા પ્રધાન શ્રી મનમોહનસિંહજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેમના જીવન અને નેતૃત્વએ રાષ્ટ્ર અને વિશ્વમાં અમીટ છાપ છોડી છે.           શ્રી મનમોહન સિંહ જીનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ નમ્રતા અને ભારતની પ્રગતિ માટે ઊંડી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. તેમના નેતૃત્વ હેઠળ, ભારતે […]

ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા ‘એર ઇન્ડિયા’ને પોતાના મેન્યુ કાર્ડમાં નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ આપવા માટે રજૂઆત કરાઈ

એર ઇન્ડિયાની ઇન-ફ્લાઇટ સેવાઓ દરમિયાન પીરસવામાં આવતા ભોજનનાં મેન્યુ કાર્ડ પર નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ કરવામાં આવતું નથી. માંસાહારી ખાદ્ય ચીજોમાં માંસાહારી ઘટકો હોય છે તે દર્શાવતું પ્રમાણભૂત લાલ ચિહ્ન એર ઇન્ડીયાના મેન્યુ કાર્ડમાં આપેલું નથી. યોગ્ય લેબલીંગનો આ અભાવ બરાબર નથી, કારણ કે એર ઇન્ડિયાની ફ્લાઈટ લઈને મુસાફરી કરતા લોકો વ્યક્તિગત, ધાર્મિક અથવા સાંસ્કૃતિક […]

પીપલાંત્રી ગામ : દીકરીઓના સન્માન અને પર્યાવરણ જાળવણીનું અનોખો ઉદાહરણદરેક દીકરીના જન્મ નિમિત્તે 111 વૃક્ષ વાવવામાં આવે છે

રાજસ્થાનના પીપલાંત્રી ગામે દીકરીઓના સન્માન અને પર્યાવરણ જાળવણી માટે અનોખી પ્રથાઓ અને પ્રયત્નોથી વિશ્વભરમાં માન્યતા મેળવી છે. ગામની આ પ્રથા 2006થી શરૂ થઈ હતી, ત્યારે ગામના પૂર્વ સરપંચ શ્યામ સુંદર પાલીવાલે આ અભિયાનની શરૂઆત કરી હતી. તેમની દીકરી કિરણના અકાળ મૃત્યુ પછી, તેમણે દીકરીઓના સન્માન અને પર્યાવરણની સુરક્ષા માટે નવી પ્રથા ઉભી કરી હતી. પીપલાંત્રી […]