શિયાળાની કડકડતી ઠંડીમાં કેવી રીતે લઈશું પશુ, પક્ષીઓની કાળજી

શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે અને દિવસે દિવસે તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શિયાળાની ઠંડીમાં પશુ અને પક્ષીઓનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પશુઓ અને પક્ષીઓના શરીર પર તાપ માટે સાહજિક તંત્ર હોય છે એ છતાં, તીવ્ર ઠંડીમાં તેમના શરીરનું તાપમાન ઘટી શકે છે, જે તેમના માટે હાઈપોથર્મિયા જેવી […]

સામાજીક આગેવાન બનવું સહેલું નથી, સામાજીકકાર્ય કરતા આગેવાનોને મદદરૂપ થાઓ –  મિત હિતેશભાઈ ખખ્ખર

જેણે સામાજીક કાર્ય કર્યા હોય તેને જ અનુભવ હોય કે દેશ અને સમાજની સેવા કરવી બહુજ કઠીન કામ છે, સમાજમાં દરેક વ્યક્તિના વિચારો અનુકુળ કામ કરવા પ્રયત્ન કરવા પડે છે. સમાજના કોઈ આગેવાન નિસ્વાર્થ સેવા કરતો હોય તો પણ કડવા ઘૂંટ કેટલીય વાર પીવા પડતા હોય છે. કોઈક નાની ભુલ થઈ હોય તો પણ તેવા […]

તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથા ‘માનસ હરિભજન’ ગાન સાથે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ હાલમાં જ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ રામકથાનો ઉલ્લેખ કરીને વૃક્ષારોપણનાં અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો.

સદભાવના વૃદ્ધાશ્રમનો  151 કરોડ વૃક્ષોના વાવેતર-ઉછેરનો મહાસંકલ્પ. સદભાવના વૃદ્ધાશ્રમે અત્યાર સુધીમાં દેશીકુળના લીમડો,પીપળો, પીપળ, વડ, ઉંબરો,આંબલી સહિતના 30 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે. પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર. શાસ્ત્રોના મતે વૃક્ષો બને છે માણસના તારણહાર. સદભાવના વૃદ્ધાશ્રમનાં નવનિર્મિત ભવનનાં લાભાર્થે અને વૃક્ષો અને વડીલો માટે હાલમાં જ […]

શું કહે છે વેદ, પુરાણો અને ગ્રંથોમાં ગૌમાતા અને જીવદયા વિષે અબોલ જીવો બચશે તો જ આપણે બચીશું

વેદોમાં પૃથ્વી પર રહેતા તમામ જીવોની જીવનની એકતા અને પરસ્પર સંલગ્નતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ, પ્રાણીઓ અને માનવીઓ વચ્ચે સન્માનનો સંબંધ હોવો જોઈએ. સર્વે જીવોનું રક્ષણ કરવું એ સમાજના નૈતિક દાયિત્વ તરીકે વ્યક્ત થયું છે. પુરાણોમાં પણ ગૌમાતા અને જીવદયા વિશે ઘણા વર્ણન આપેલ છે. ગાયને માનવ જીવન […]

‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતે 25 મો ભવ્ય નિ:શુલ્ક પશુ      રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા સારવાર અને ઓપરેશન કરવામાં આવ્યા હતા.  ‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા મહારાષ્ટ્રની વિવિધ પાંજરાપોળને ₹ 30 લાખના ચેકનું    વિતરણ કરાયું

શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા ક્રિસ્ટર ક્રિએટીવીટી સેન્ટર, મુંબઈના સહયોગથી રતનલાલ બાફના ગોસેવા અનુસંધાન  કેન્દ્ર, અહિંસા તીર્થ, અજીંઠા રોડ, કુસુંબા રોડ, જલગાંવ (મહારાષ્ટ્ર)  ખાતે 25 મો ભવ્ય નિ:શુલ્ક પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.  કેમ્પમાં જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને […]

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ અને ‘સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન’ દ્વારા સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ યોજાયો સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિ વિશેષને સુરત ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે લડી રહેલા યોદ્ધાઓને પ્રોત્સાહનથી અન્ય સમાજસેવકો પ્રેરિત થશે

સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિવિશેષને સુરત ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “સમાજમાં દૂષણ ફેલાવનાર તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓને મૂકદર્શક બનીને જોવાના બદલે હકારાત્મકતા ફેલાવીને કાઉન્ટર એટેક કરવો જરૂરી છે. સોશ્યલ મીડિયા પ્રભાવી બન્યું […]

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકોએ બહોળી સંખ્યામાં ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી  ગુજરાતની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ ₹100ની  દૈનિક, કાયમી  સબસિડી આપવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. સાથમાં જ મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકાર દ્વારા પણ  ગૌમાતાને  રાજ્યમાતા  જાહેર કરવામાં આવે તેવી વિનંતી કરાઈ.

ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જીવદયાને લગતા અન્ય તમામ મુદ્દાઓ ધ્યાનથી સાંભળ્યા અને શક્ય તમામ મદદ કરવાની ખાત્રી આપેલ હતી.   રાજકોટના ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં, તુટેલા છે તે રીપેર,ઉંડા, ઉંચા કરી તેનો જીર્ણોધ્ધાર […]

પુરાણો અને હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખિત પર્યાવરણીય જ્ઞાન- મિતલ ખેતાણી

दश-ह्रद-समः पुत्रः दश-पुत्र-समो द्रुमः ॥दश-ह्रद-सम: पुत्र: दश-पुत्र-समो द्रुम: ॥10 કૂવા સમાન એક પગથિયું,  10 પગથિયાં સમાન તળાવ, 1 પુત્ર સમાન 10 તળાવ અને એક વૃક્ષ 10 પુત્રો સમાન છે. (મત્સ્ય પુરાણ)જીવનમાં વાવેલા વૃક્ષો આગામી જન્મમાં સંતાન તરીકે પ્રાપ્ત થાય છે. (વિષ્ણુ ધર્મસૂત્ર 19/4)જે વ્યક્તિ પીપળ અથવા લીમડો અથવા વડનું એક, આમલીના 10, કપિતળ અથવા બિલ્વ […]

GCCI યુવા અને મહિલા આંત્રપ્રિન્યોર માટે ઉત્તમ પ્લૅટફૉર્મ – શ્રી દિલીપભાઇ સંઘાણી

GCCI આજની રાષ્ટ્રીય આવશ્યકતા છે – શ્રી ભુપેન્દ્રભાઈ ચૂડાસમા ગૌ આધારિત ઉદ્યમિતા, ગૌ વિજ્ઞાન અને ગૌ કેન્દ્રિત અર્થવ્યવસ્થા માટે GCCI કટિબધ્ધ – ડો. વલ્લભભાઈ કથીરિયા  GCCI રાષ્ટ્રીય કાર્યકારી બેઠક સફળતા પૂર્વક સંપન્ન થઈ. ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) દ્વારા શુક્રવાર, 20 ડિસેમ્બર 2024 ના રોજ નંદ ગૌશાળા, કડી-થોલ રોડ, જિલ્લો મહેસાણા, ગુજરાત ખાતે સફળતાપૂર્વક […]

ગાયમાતાને “રાષ્ટ્રમાતા” ઘોષિત કરવા રજૂઆત કરાઈ

દિલ્હી ખાતે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી, પરેશ શાહ દ્વારા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ જીવદયા પ્રેમી દિનેશ શર્માજી સાથે મીટીંગ ગાયમાતાને  “રાષ્ટ્રમાતા” ઘોષિત કરવા રજૂઆત કરાઈ સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી, પરેશ શાહ દ્વારા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના […]