તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના સંગઠનમાં અને તમામ રાજ્ય સરકારોમાં પણ “દિવ્યાંગ સેલ વિભાગ” બનાવવામાં આવે તેવી રાજ્ય કક્ષાએ તેમજ કેન્દ્રીય કક્ષાએ મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત કરાઈ
તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના સંગઠનમાં “દિવ્યાંગ સેલ વિભાગ” બનાવવામાં આવે તેવી રાજ્ય કક્ષાએ તેમજ કેન્દ્રીય કક્ષાએ મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સને–૨૦૧૬ ના વિકલાંગધારા મુજબ ભારત સરકાર તરફથી ૨૧ કેટેગરીને વિકલાંગ ધારામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ બધા દિવ્યાંગની સંખ્યા શહેર, જિલ્લા અને સમગ્ર દેશમાં મળીને ખુબ જ મોટી સંખ્યામાં થાય છે. […]