ગોમાતા પોષણ યોજના દ્વારા ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ, દૈનિક કાયમી મળતી સબસીડીની રકમ રૂ. 30 થી વધારીને 100 કરવા તેમજ બજેટમાં પણ તેનો સમાવેશ કરવા ડૉ. ગિરીશ શાહની માંગ

ગોમાતા પોષણ યોજના દ્વારા  ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ, દૈનિક કાયમી મળતી સબસીડીની રકમ રૂ. 30 થી વધારીને 100 કરવા તેમજ ગૌશાળા, પાંજરાપોળોને મળતી માળખાગત સુવિધાઓમાં વધારો કરવા ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં ગોમાતા અને રખડતા પશુઓ માટે જે સેવા પાંજરાપોળ અને […]

શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા ગૌશાળાઓ તથા પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે તથા રાષ્ટ્ર રક્ષા સે ધર્મરક્ષા ઉદેશયથી પાંજરાપોળ,ગૌશાળાઓ, પદાધીકારીઓ, જીવદયા કાર્યકરો માટે તા. 25 ફેબ્રુઆરી મંગળવારના રોજ, સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે સંમેલન યોજાશે. જયેશભાઈ જરીવાલા માર્ગદર્શન આપશે.

જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના મુદ્દાઓ અંગે વિચાર વિમર્શ કરશે. રસ ધરાવતાઓને સૌને જોડાવવા જાહેર આમંત્રણ જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ–ચારાની ઉપલબ્ધતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક […]

આર્ષ વિદ્યા મંદિર, આનંદ નિકેતન ટ્રસ્ટ(મુંજકા) દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ

આર્ષ વિદ્યા મંદિર, આનંદ નિકેતન ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વના પાવન અવસરને અનુલક્ષીને વિશેષ ધર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 25 અને 26 ફેબ્રુઆરી, બુધવાર અને ગુરુવારના દિવસે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં આ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં અનેક ભક્તજનોના ઉપસ્થિત રહેશે. આ અવસરે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ શ્રી સોમેશ્વર મહાદેવનું ષોડષોપચાર પૂજન […]

જન્મ લેનાર દરેક બાળકનાં નામનું રોપાશે એક વૃક્ષ

રાજકોટ મનપા દર વર્ષે 30 હજારથી વધુ વૃક્ષો વાવશે અને જાળવણી પણ કરશે, ત્રણ મહિને વાલીને મોકલાશે પ્રોગ્રેસ રિપોર્ટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વર્ષ 2025-26નું રૂ. 3118 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ભાજપનાં શાસકો દ્વારા રૂ. 150 કરોડનો વધારાનો કરબોજ હટાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ કેટલાક મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. […]

સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ2 સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સ દિલ્લી ખાતે શરુ.

સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સ દેશની રાજધાની દિલ્લીમાં મહાશિવરાત્રિનાં પવિત્ર દિવસથી શરુ કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક […]

ટ્વિન્કલબેન તથા સતીશભાઈ બેરા ના પુત્ર ક્રીશના જન્મદિવસ ની તિથી નિમિતે રૂ.૨,૨૨,૨૨૨ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને પાણીના જતન માટે દાન આપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

ભારત દેશ ધર્મપ્રિય માનવતાવાદી સર્વે જીવ રક્ષક અને ખેતીપ્રધાન હોવાથી આજનો ભણેલ ગણેલ યુવાન વિદેશમાં વસે છતાં દેશ પ્રત્યે હમેશા વફાદાર અને લાગણીશીલ રાજકોટના ઉદ્યોગપતિ સતિષભાઈ બેરા અને ટીંકલબેન બેરા ના પુત્ર ક્રીશ હાલ જર્મની અભ્યાસ કરે છે, અને દર વર્ષે એમના જન્મદિવસ ની તિથિ ૨૨-૦૨-૨૦૦૨ પ્રમાણે રૂ. ૨,૨૨,૨૨૨ ની રકમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને અર્પણ કરીને […]

23 ફેબ્રુઆરી, “સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી”

સત્ય બોલો, સત્ય જ ગ્રહણ કરો, અસત્યને સહન કરવું એ અપરાધ છે. – સ્વામી દયાનંદ સરસ્વતી ક્રાંતિકારી, સમાજ સુધારક, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જન્મ મહા વદ દસમનાં રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું નામ મૂળશંકર હતું. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. તેમણે પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની વરસાદી પાણીના જતનની  કાર્ય  પદ્ધતિની માહિતી  મેળવતા ગુજરાતના   રાજ્યપાલ  શ્રીઆચાર્ય દેવવ્રતજી.

સમગ્ર પર્યાવરણ અને જીવસૃષ્ટી ની રક્ષા સાથે પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ વિકાસ થાય તેવા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના અભિયાનના વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન કરવા માટે બોર,કુવા રીચાર્જ અને ચેકડેમ રીપેરીંગ, ઊંડા, ઊંચા તેમજ નવા ચેકડેમો સંપૂર્ણ લોકભાગીદારીથી બનાવવાના કાર્યની માહિતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આપતા  ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, રમેશભાઈ […]

પ્રજાપતિ સમાજના યુવા સેવાભાવી અગ્રણી ધવલ ઘેડીયાનો આજે ૩૫ મો જન્મદિન

સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી પ્રજાપતિ સમાજના યુવા સેવાભાવી અગ્રણી ધવલ ઘેડીયાનો આજે ૩૫ મો જન્મદિન છે. રાજકોટ એરપોર્ટમાં ફરજ બજાવતાં ધવલભાઈ ઘેડીયા દ્વારા નોકરીની સાથોસાથ અવાર–નવાર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો, રસ્તે રઝડતા નિરાધાર લોકોને ભોજન પીરસવું, શીયાળાની કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણ, ઉનાળાની ગરમીની સિઝનમાં છાશ-પાણી તથા ચંપલ વિતરણ, પશુ-પંખીઓને ચણ, ગાય માતાને નિરણ […]

જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીનાં નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાને આશીર્વાદ આપ્યા.

મહિલા મુખ્યમંત્રીના નેતૃત્વમાં દિલ્હીમાં વિકાસ, સુરક્ષા, સામાજિક સદભાવ મજબૂત બનશે – આચાર્ય લોકેશજીસંતોના આશીર્વાદથી દિલ્હીને વૈશ્વિક સ્તરની રાજધાની બનાવશું. – મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા ‘અહિંસા વિશ્વ ભારતી’ સંસ્થાના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીનાં નવા મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાને રામલીલા મેદાન ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારંભમાં દિલ્હીને વૈશ્વિક સ્તરની રાજધાની બનાવવાના આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી. […]