સમસ્ત મહાજન દ્વારા ‘ગૌમાતા પોષણ યોજના’ વિષે માહિતી આપતા વેબિનારનું આયોજન
માર્ગદર્શન આપશે રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને નાણાંકીય વર્ષ-૨૦૨૩–૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા–પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. એપ્રિલ–૨૦૨૩ થી જુન–૨૦૨૩ ના તબકકાની સહાય માટે તા. ૨૫/૦૮/૨૦૨૩ થી તા. ૧૪/૦૯/૨૦૨૩ દરમ્યાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. […]