અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાત સરકારને રજૂઆત
એનીમલ હેલ્પલાઈન દ્વારા અષાઢી બીજે તા. ૨૭, જુન, શુક્રવારનાં તથા ગુરૂપૂર્ણીમાં તા.૧૦, જુલાઈ, ગુરૂવારનાં રોજ કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. અષાઢી બીજ આનંદ અને ભારે શ્રધ્ધા સાથે ધામધૂમે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. કચ્છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે. કચ્છી માડુઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ […]