ચંદ્રની ચાંદની, સ્વાસ્થ્ય માટે અતિ કામની
શરદ પુનમ એટલે સોળે કળાએ ખીલેલા ચંદ્રનાં દર્શન. ઠંડીમાં ઠંડક થવાની નિશાની. ગરમીમાં ટાઢક વરસાવવાની કહાની. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય ત્યારે બંનેની વચ્ચે શરદ ઋતુ આવે છે. શરદ ઋતુને રોગોની મા કહેવાય છે. દિવસમાં ત્રણ ચાર વખત બદલતા જતા વાતાવરણથી માણસનાં શરીરમાં જાતજાતનાં ફેરફાર થાય છે જેનાં કારણે વિવિધ રોગો થવાની સંભાવના […]



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































