શ્રાવણ મહિનો તથા જન્માષ્ટમીનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના,નોનવેજનાં વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાત સરકારને રજૂઆત.
એનીમલ હેલ્પલાઈન દ્વારા શ્રાવણ મહિનો તા.25/07/2025 થી તા. 23/08/2025 દરમ્યાન આવતા પવિત્ર તહેવારો નીમીતે કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ, આ મહિનો ભગવાન ભોળાનાથની પૂજા માટેનો સર્વશ્રેષ્ઠ મહિનો ગણવામાં આવે છે. સમગ્ર ભારત દેશનાં શીવ મંદીરમાં શ્રધ્ધાળુઓ પવિત્ર ભાવથી ભગવાન […]