13 ફેબ્રુઆરી, “સરોજિની નાયડુ જન્મજયંતી”
સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી, 1879નાં રોજ હૈદરાબાદનાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ ભારતનાં પ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિની નાયડુનાં માતાનું નામ વરદાસુંદરીદેવી હતું. સરોજિની નાયડુ 12 વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા ત્યારબાદ 1895માં તેઓએ ઈંગ્લેન્ડમાં લંડનની ‘કિંગ્ઝ કોલેજ’ […]