મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–2025” નાં 16–કંટ્રોલ રૂમ કાર્યરત.14 મી જાન્યુઆરી એ 463 કેસ, 15 મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યા સુધીમાં 107 કેસ આવ્યા.એનિમલ હેલ્પલાઈનનો મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ ખડે પગે
રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાયો. ઘણા શહેરોમાં હજુ પણ આ તહેવાર ઉજવાશે ત્યારે આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા […]