ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકોએ બહોળી સંખ્યામાં ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી ગુજરાતની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ ₹100ની દૈનિક, કાયમી સબસિડી આપવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. સાથમાં જ મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકાર દ્વારા પણ ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવામાં આવે તેવી વિનંતી કરાઈ.
ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જીવદયાને લગતા અન્ય તમામ મુદ્દાઓ ધ્યાનથી સાંભળ્યા અને શક્ય તમામ મદદ કરવાની ખાત્રી આપેલ હતી. રાજકોટના ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં, તુટેલા છે તે રીપેર,ઉંડા, ઉંચા કરી તેનો જીર્ણોધ્ધાર […]