જળસંચયના મહાયજ્ઞમાં રાજકોટ કેમિસ્ટ એસો.નો સંપૂર્ણ સહયોગ: 1500 લોકોનો જળ બચાવવા સંકલ્પ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ભગીરથ કાર્યને રાજકોટના મેડિકલ સ્ટોર ધારકો તન, મન અને ધનથી સહાય કરશે સૌરાષ્ટ્ર અને ગુજરાતને ફરીથી નંદનવન બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના ભગીરથ કાર્યના ભાગરૂપે ગત તારીખ 9ના રોજ રાજકોટ કેમિસ્ટ એસોસિએશનનું એક વિશાળ સંમેલન શહેરના સેફરોન પાર્ટી પ્લોટ ખાતે મળ્યું હતું. આ સંમેલનમાં રાજકોટના મેડિકલ સ્ટોર […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































