આજે ૧૩ ઓગસ્ટ એ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે હોવાથી પ્રેસ કોન્ફરન્સ રાખી હતી જેથી આપણે બધા સાથે મળીને એક જ દિવસે અંગદાન જાગૃતિ અને પ્રોત્સાહન આપી શકીએ.
અંગદાન ક્ષેત્રે રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં અવિરતપણે કાર્યરત સંસ્થા એટલે કે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ. છેલ્લા 20 વર્ષથી અંગદાન એટલે કે શરીરના અંદરના અવયવોનું દાનને સતત જીવંત રાખતી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટને તાજેતરમાં ભારત સરકારની NOTTO સંસ્થા દ્વારા ૦૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ દિલ્હી ખાતે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે સન્માન થયું હતું જે આપણા સૌ […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































