ઉતરાયણના પાવન પ્રસંગે ગૌદાન માટે ડો.વલ્લભભાઇ કથીરિયાની અપીલ.મકરસંક્રાંતિ નિમિત્તે દાનનો પ્રવાહ વહાવી, ગૌશાળા – પાંજરાપોળોને ગૌમૂત્ર- ગોબર આધારિત સ્ટાર્ટ -અપ થકી સ્વાવલંબી બનાવીએ : ડો. કથીરિયા.GCCI અને સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા 14 જાન્યુઆરી, 2025, મંગળવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ગૌ માતા પૂજન કાર્યક્રમનું આયોજન.
સ્વામિનારાયણ ગુરુકુલ અને GCCI દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલ, ઢેબર રોડ ખાતે તા. 14 જાન્યુઆરી, 2025 –મંગળવાર મકરસક્રાંતિના રોજ સવારે 08:00 થી 09:00 સુધી ગૌ માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મકરસંક્રાંતિ ના પાવન પ્રસંગે ગૌદાન નો અનેરો મહિમા છે. માનવ માત્ર પોતાની શક્તિ – સામર્થ્ય – ભક્તિ પ્રમાણે પુણ્ય પ્રાપ્તિ અર્થે દાન કરે તે આવશ્યક છે. […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































