સમસ્ત મહાજન દ્વારા દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે તા. 30 મે, શુક્રવારનાં રોજ 1 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ, 600 અબોલ જીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવશે.
કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતી. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહના માર્ગદર્શનમાં દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે 30 મે, શુક્રવારનાં રોજ સાંજે 04-00 કલાકેથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે 1 કરોડના માતબર […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































