મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)‘ દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગથી રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઈન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળો‘
સમગ્ર વિશ્વમાંથી અંદાજે 150 થી વધુ લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી (મો. 94284 66663) દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































