માતુશ્રી મેઘબાઈ ધારશી ભેદા –પરીવાર દ્વારા લોકમાન્ય તિલક મ્યુનીસીપલ જનરલ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગને સી—આર્મ મશીન દાનમાં અપાયું
મોખા-ઠાણેના માતૃશ્રી મેઘબાઈ ધરશી ભેદા પરિવારનાં દિપકભાઈ ભેદા અને ગિરિશભાઈ ભેદા દ્વારા દર્દીનારાયણની સેવા વધુ સારી રીતે થઈ શકે તે માટે લોકમાન્ય તિલક મ્યુનીસીપલ જનરલ હોસ્પિટલ—સાયન (મુંબઈ)ના ન્યુરોસર્જરી વિભાગને સી—આર્મ મશીન દાનમાં અપાયું. તેમની આ અસાધારણ યોગદાન ભારતીબેન સંગોઈ-એમએસડબલ્યુ વિભાગને અર્પણ કરાયું હતું, જે હોસ્પિટલની ન્યુરોસર્જરી ક્ષમતાઓને ખૂબ ઉન્નત બનાવશે. આ પ્રસંગે ડો. ગીરીશભાઈ શાહે […]





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































