રાજકોટને સમાજોપયોગી કરોડોના દાન અપાવનાર ધીરગુરુદેવની નિષ્કામ,નિ:સ્વાર્થ ભાવના વંદનીય છે.
ગોંડલ સંપ્રદાયમાં 1982 માં જૈનધર્મની દીક્ષા અંગીકાર કરનાર પિતા-પુત્ર એટલે 80 વર્ષના પૂજ્યપાદ પ્રેમગુરુદેવ અને 24 વર્ષના પુત્ર પૂ. ધીરગુરુદેવ. જેઓનો જન્મ જામનગર જિલ્લાના મુઠી જેવડા જશાપર ગામે થયેલ. પૂ. પ્રેમગુરુદેવ દીક્ષા પૂર્વે સરપંચ પદે 50 વર્ષ કાર્યરત હતા.1996 માં ખાસ કરીને સાધ્વીજીઓના સંયમની સુરક્ષા કાજે વિહારધામ યોજનાનો પ્રારંભ પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી થયા બાદ સૌરાષ્ટ્ર,ગુજરાત, […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































