ઉપલેટાના મેરવદર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત
જળ સંચય અને પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુ સાથે ઉપલેટા તાલુકાના મેરવદર ગામ ખાતે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા નવનિર્મિત થનાર ચેકડેમનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































